લેબલ ચેઇનમેલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ચેઇનમેલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

ચેઇનમેલ (તારની રીંગ માંથી બનતા ઘરેના) ભાગ ૩

ભાગ ૩ માં બતાવ્યાં મુજબ બનાવેલી ડીઝાઇનો નો ઉપયોગ ઝવેરાત બનાવવા માટે અલગ અલગ રીતે કરી શકાય. થોડા ઉદાહરણો નીચે આપ્યાં છે.

બ્રેસ્લેટ




નેકલેસ




એયર રીંગસ

ગુજરાતી powered by Lipikaar

ગુજરાતી powered by Lipikaar

વધુ જાણકારી માટે મેઇલ કરો!






મંગળવાર, 22 ડિસેમ્બર, 2009

ચેઇનમેલ (તારની રીંગ માંથી બનતા ઘરેના) ભાગ ૨

ચેઇનમેલ બનાવવા માટેની પધ્ધતિ ના થોડા પ્રકારો નીચે જણાંવ્યાં છે. થોડા પ્રકારોની બનાવવાની રીત ખુબજ સરલ છે અને તસ્વીર માં જોઇને રીંગ એક બીજામાં ભેરવવાની રીત આપ મેલે સમજી શકાય છે.

નીચે બતાવેલાં પ્રકારો માંથી બંગડી, ગલાની ચેન, એયર રીંગ વગેરે બનાવી શકાય. રીંગોની સાઇજ અને રંગ ના અલગ અલગ પ્રયોગો થી સુશોભિત ઘરેંણા બનાવી શકાય. વચમાં બીડનો ઉપયોગ પણ કરી શકાય. એયર રીંગ, પેન્ડન્ટ વગેર માંટે નાની સાઇજ નીં રીંગ વધું સુંન્દર લાગશે પરંતુ બધુજ ડિઝાઇન કેવી છે તેના ઉપર આધાર રાખે છે. વિવિધ રંગો માટે એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ ની રીંગ, તાંબા પિત્તલ અથવા રબર કે પ્લાસ્તિક ની રીંગ વાપરી શકાય.

૩ માં ૨
આ પ્રકારમાં ૩ બંધ રીંગ ને ૨ ખુલી રીંગમાં બન્ને બાજુ ભરાવી રીંગ ને બંધ કરવી અને આમ જોઇતી લંબાઇ પ્રમાણે જોડતા રહેવું.

ઇન્વર્ટેડ રાઉન્ડ:આ ડિઝાઇન બનાવવા માટે ની રીત નીચે બતાવી છે.

૪ બંધ રીંગને ૧ ખુલી રીંગ માં ભેરવો અને ઉપર બતાવ્યાં મુંજબ ગોથવો.
બીજી એક ખુલી રીંગ અને ૨ બંધ રીંગ ઉપર બતાવ્યાં મુંજબ ભેરવો.
હવે ઉપર બતાવ્યાં મુંજબ ૩ એકલી રીંગોને ઉભી રાખો અને ૨ વાલી રીંગોને આડી ગોથવો.
આડી ગોથ વેલી રીંગો માંથી ઉપરની રીંગોને ઉભી કરી ઉપર બતાવ્યાં મુંજબ ૩ ખોલેલી રીંગો ભરાવો.
જોઇતી લંબાઇ સુધી આમ વારંવાર કરતા રહો.

કેપ્ટીવ ઇન્વર્ટેડ રાઉન્ડ:
આ ડિઝાઇન ઉપર બતાવેલી ડિઝાઇન જેવીજ છે પરંતુ આ ડિઝાઇનમાં દરેક રીંગનાં ખાચા ઓમાં વધારાની ૨ રીંગ છુત્તી મુકવાંમાં આવેછે. આ રીંગો નાખવા ની રીત નીચે બતાવી છે.

ઉપર ની તસ્વીરમાં બતાવ્યાં મુજબ ૩ રીંગોને આડી વાલો.
હવે બતાવ્યાં મુજબ ૨ રીંગ મુકો.
અને પછી આડી વાલેલી રીંગો સીધી કરો.
આમ બધાજ વચમાંના ખાચા ઓ ભરો.
વધુ જાણકારી માટે નીચે વીડીયો જુંઓ. (આ વીડીયોhttp://cgmaille.com/ ના સૌજન્ય થી)


૪ માં ૧ ઉપર:
આ બનાવવાની રીત નીચે આપી છે. પીલા કલરની રીંગ નવી શરુઆત દરશાવે છે.


બોક્ષ:
ડીઝાઇન બનાવવા માંટે ઉપર બતાવેલી ડીઝાઇન પ્રમાણે ફ્કત ૩ લાઇન પ્રથમ બનાવો.
નીચે વીડીયોમાં બતાવ્યાં મુંજબ બીજી રીંગો ભરાવો.


બટરફ્લાય:
આપ્રકારની ચેઇન બનાવવાં માટે પ્રથમ ૧ ખોલેલી રીંગ માં ૮ રીંગ ભરાવી રીંગ બંધ કરવી. હવે ચાર ચાર રીંગ ને બન્ને બાજુ રાખી બીજી ત્રણ ત્રણ રીંગો બન્ને બાજુ પર ભેરવો. આ ત્રણ ત્રણ રીંગ એક બાજુની ચાર રીંગની દરેક બાજુ બાજુ ની ૨ રીંગો માંથી પસાર કરો. વચલી રીંગ તસ્વીર માં બતાવ્યાં મુંજબ ઉપર રાખો.

આમ જરુરીયાત મુજબ જોડીઓ બનાવો. દરેક જોડીને બીજી ૨ ખુલ્લી રીંગ થી જોડો.
બાઇઝેન્ટાઇન

આ ડિઝાઇન બનાવવા માટે ની રીત નીચે બતાવી છે.
૪ બંધ રીંગને ૨ ખુલી રીંગ માં ભેરવો અને ઉપર બતાવ્યાં મુંજબ ગોથવો.
હવે પાછલની ૨ રીંગોને ઉપર બતાવ્યાં મુંજબ આગલ ની ૨ રીંગો તરફ વાલો અને વચમાંની બન્ને રીંગોને પોલી કરી બીજી ૨ ખુલી રીંગો (તાંબા ના રંગની) ઉપર બતાવ્યાં મુંજબ ભેરવો બરોબર સમજવાં માટે નીચે આપેલો વીડીયો જુઓ.
૨ ખુલી રીંગ બીજી ૨ બંધ રીંગમાં ભેરવી અગાઉ બનાવેલા ભાગ માં ભેરવો.
બીજી ૨ બંધ રીંગ ઉપર બતાવ્યાં મુંજબ ભેરવો.
ફરી પાછુ તસ્વીર ૨ માં બતાવ્યાં મુંજબ બીજી ૨ ખુલી રીંગ ભેરવો.
નીચે આપેલો વીડીયોમાં બરોબર સમજાવામાં આવ્યું છે.


સ્પા
રલ
આ બનાવવાની રીત નીચેના વિડીયોમાં બતાવવાંમાં આવી છે.




ગુજરાતી powered by Lipikaar

વધુ જાણકારી માટે મેઇલ કરો!












શુક્રવાર, 18 ડિસેમ્બર, 2009

ચેઇનમેલ (તારની રીંગ માંથી બનતા ઘરેના) ભાગ ૧

Friday, 13 November 2009 ના બ્લોગમાં આપણે સ્પલીટ રીંગ અથવા જંપ રીંગ બનાવવાનું જોંયુ. આજ રીંગોને એક બિજામાં ભરાવીને ચેઇનમેલ ઘરેના બનાવવામાં આવેછે.


આ રીંગોને એક બીજામાં ભેરવવું એક આસાન કામ છે. આ કાર્ય માંટે સમય વધુ જોઇયે અને એકજ જાતના કામની નકલ કરતા રહેવાનું છે. આ કાર્ય માટે એક રીંગને ખોલી બીજી રીંગ ભરાવી ફરી પાછી રીંગ ને બંધ કરવાની છે. સારી રીતે બંધ કરવું જરુરી છે અને તોજ બનાવત સુંન્દર લાગશે. થોડાજ પ્રયત્ન પછી કોઇ પણ વ્યક્તિ આ ઘરેના બનાવિ શકે.

આ ઘરેના માંટે તાર તમે કોઇ પણ ધાતુના લઇ શકો. લોખંડ કે જંગ લાગતા ધાતુના તાર ન વાપરવા. તાંબુ, પિત્તલ, એલ્યુમિનિયમ, જરમન સિલવર, સ્ટેનલેસ સ્ટિલ, ચાંદી વગેરે ધાતુ વાપરી શકાય. આ ઉંપરાંત જયાં રીંગને ખોલવાની જરુરત ના હોય ત્યાં તમે રબર અથવા પ્લાસ્ટિક ની વિવિધ રંગોની રીંગ પણ વાપરી શકો.

રીંગ બનાવવાની રીત:
રીંગ બનાવવાની રીત અગાઉ જણાવેલા બલોગમાં બતાવી છે. અહિં અલગ અલગ સાઇજ ની રીંગ બનાવવા માટે ની વધુ એક રીત અને જિગ વિષે બતાવ્યું છે.

નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ લાકડાનું એક સ્ટેન્ડ તૈયાર કરો. લગભગ ૧૮" લાંબુ અને ૮ ઇંચ ચોડુ અને ૩ ઇંચ ઉંચુ રાખો. ઉભા લાકડામાં લગભગ ૧ ઇંચ નીચે બરોબર સામ સામે આવે તેમ ૧/૨", ૩/૮", ૧૧/૩૨", ૫/૧૬", ૯/૩૨", ૧/૪", ૭/૩૨", ૩/૧૬", ૧૧/૬૪", ૫/૩૨", ૯/૬૪", ૧/૮", ૭/૬૪" અને ૩/૩૨" સાઇજ ના સલીયા અસાનીથી ફરી શકે એમ હોલ કરો.

આ ફરમો તમે લોખંડની સીટ માંથી પણ બનાવી શકો. ૨૪" X ૭" ની લોખંડ ની સીટ ૧/૮" જાડી લઇ બન્ને બાજુ ૩" વાલવી. પછી ઉપર લખેલી સાઇજ મુજબ બન્ને બાજુ હોલ કરવા. હોલ બન્ને સાઇડ ઉપર બરોબર સામ સામે આવે એ બહુંજ અગત્યનું છે. નીચેની તસ્વીરમાં લોખંડનો ફરમો બતાવ્યો છે.

હવે અલગ અલગ રીંગ માટે અલગ અલગ મેન્ડ્રીલ ની જરુર પડશે. આ મેન્ડ્રીલ એટલે લોખંડના સલીયાને વાલીને નીચેની તસ્વિરમાં બતાવ્યાં મુજબ હેંન્ડલ જેવો આકાર આપવો. મેન્ડ્રીલ ના એક છેડે એક હોલ કરવાનો રહેશે જેથી વાલવાની શરુઅતમાં તારને અટકાવી શકાય અને તારને ફરતુ અટકાવે. (અગાઉની તસ્વીરમાં બતાવવામાં આવ્યું છે.)

રીંગ લપેતવાં પછી સ્પરિંગ એકશન ના કારણે થોડી ખુલી જાય છે. એટલેકે તમે જો ૧/૮" ના સલિયા પર વાલશો તો અંદરનો વ્યાસ ૧/૮" થી થોડો મોટો થશે.

નાના સલીયા ઉપર રીંગ બનાવવા માટે (નાની રીંગ માટે) પાટલો તાર અને મોટા સલીયા ઉપર રીંગ બનાવવા માટે (મોટી રીંગ માટે) જાડો તાર વાપરવો.

સામાન્ય રીતે નીચે બતાવેલી સાઇજોની રીંગ વધુ વપરાય છે. અને ક્યાં સલીયા ઉપર ક્યો તાર વરાય છે એ વિગતો પણ નીચે આપવામાં આવી છે. (નોધ: ઉપર બતાવેલા જિગમાં તમે ઇચ્છો તો નીચે આપેલી સાઇજો માટેજ હોલ કરી શકોછો અને મેન્ડ્રીલ પણ આ સાઇજોની બનાવી શકોછો. કારણ આજ સાઇજો નો વપરાસ વધું રહેશે.


ગુજરાતી powered by Lipikaar

અંદર નો વ્યાસ

તારની સાઇજ

૧/૮"

.૦૩૫"

૫/૩૨"

.૦૩૫"

૩/૧૬"

૦.૦૪૮

૧/૪"

.૦૪૮"

૧/૪"

.૦૬૩"

૫/૧૬"

.૦૬૩"

૩/૮"

.૦૬૩"

૫/૧૬"

.૦૮"

૩/૮"

.૦૮૦"

નાની ડિઝાઇનોમાં નાની રીંગો અને નેકલેસ વગેરેમાં મોટી રીંગો વપરાય છે.

રીંગો બનાવવાની શરુઆત કરતા પહેલા મેન્ડ્રીલને નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ જિગમાં ગોથવો.


નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ તાર ને હોલમાં ભેરવો.


નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ મેન્ડ્રીલના હેન્ડલને ફેરવવાનું શરુ કરો. તારને એક હાથ થી પકડી રાખી કોઇલના વચમાં જગ્યાં ન પડે તેથી તાર ને દબાવી રાખો સાથે સાથે તાર એક બીજાના ઉપર ન ચડી જાય તેનુ પણ ધ્યાન રાખો.


પુરો વાયર લપેતાય જાય પછી મેન્ડ્રીલને ખેંચી સ્પ્રિંગને બહાર કાધો.

નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ રીંગ કાપિલો.

રીંગ કાપવા માંટે ત્રણ જાતની પધ્ધતિઓ છે.
૧) ફ્લશ કટ:આ કટ મશીનથી થાય છે અને આ કટ કરવાથી ચેઇનમેલની બનાવત બહું સુન્દર લાગે છે પરંતુ આ કટ કરવા માંટે મશીન ની જરુરત પડેછે અને કાપવાની પ્રક્રિયા ધીમી હોવાને કારણે મોંઘુ પડે છે.

૨) સિયર કટ:આ કટ કરવાથી ચેઇનમેલની બનાવત બહું સુન્દર લાગે છે અને કાપવું પણ આસાન છે. એવીએશન સ્નિપ નામના ઓજારથી આ કાપી શકાય છે. નીચેની તસ્વીર માં ઓજાર બતાવ્યું છે અને બજારમાં આસાનીથી મલે છે.

૩) પીન્ચ કટ:
આ જાતનાં કટ પણ ચેઇનમેલની બનાવત સુન્દર બનાવે છે. આ જાતનું કાપવા માટે ૮" લાંબુ મીની બોલ્ટ કટર વપરાય છે અને આસાનીથી બજાર માં મલેછે. નીચેની તસ્વીર માં આ ઓજાર બતાવ્યું છે.
આખરે આમ રીંગ તૈયાર થશે. હવે ડિઝાઇન પ્રમાણે થોડી રીંગ ખુલ્લી અને થોડી બંધ જોઇશે.
રીંગને ખોંલવા અને બંધ કરવાં માટે નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ રીંગની ખુલી બાજુના બન્ને છેડા બે પક્કડથી પકડી એક પક્કડ ઉપર અને બીજુ પક્કડ નીચેની તરફ ફેરવી રીંગ ને ખોલવી. ફરી પાછી બંધ કરવાં માટે ખોલવાની પ્રક્રિયાથી ઉલતુ કરી બંધ કરો. બન્ને છેડાને આમને સામને ખેચીને છેડા ખોલવાં નહિં. આમ કરવાંથી રીંગનો આકાર બડલાઇ જશે.
અહિં આપવામાં આવેલી માહિતિ ઓ આ સાઇટ ઉપરથી લેવામાં આવી છે. http://www.chainmailbasket.com/making_maille.php

વધુ માહિતિ માટે નીચેનો વીડીયો જુંઓ. આ વીડીયો માં રીંગ બનાવવાની પધ્ધતિ દ્રીલ મશીન થી બતાવવામાં આવી છે. રીંગોનું મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો આ પધ્ધતિ ઉપયોગમાં લેવી.


વધુ જાણકારી માટે મેઇલ કરો!