શુક્રવાર, 4 ડિસેમ્બર, 2009

દોરાઓ માંથી જવેરાત બનાવો ભાગ ૧

દોરાઓ માંથી પણ વિવિધ પ્રકારના ઘરેણાં બનાવી શકાય. એમાંનો એક પ્રકાર છેં ચાઇનીઝ ગાંથ માંથી બનાવાતા ઘરેણાં.

ચાઇનીઝ ગાંથને અલગ અલગ પ્રકારમાં વિભાજીત કરવામાં આવીછે.આ પ્રકારો માંથી વિવિધ ગાંથોના મીશ્રણ થી બહુંજ સુશોભિત ગાંથો જુવેલારી ઉપરાંત વિવિધ સજાવટોમાં પણ વાપરી શકાય. મણકા વગેરે નો ઉચીત ઉપયોગ કરીને આભુશણોને વધુ આકર્ષક બનાવી શકાય.

ચાઇનીઝ ગાંથ બનાવવા માટે સાટિન, નાયલોન, કોટન વગેરે દોરાનો ઉપયોગ કરવામાં આવેછે. ૧.૨ એમ એમ થી લગાવીને ૬ એમ એમ સાઇજના ધાગા વપરાય છે. પરંતુ ઘરેણામાં સાઇજ માં નાના હોઇ અને બારીક ગાંથો હોવાથી ૧.૨ એમ એમ સાઇજ ના દોરા વધુ વપરાય છે.

ચાઇનીઝ ગાંથ બનાવવાની પ્રક્રિયા ૩ ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ ગાંથની બાંધની, પછી બરોબર આકારમાં ગોથવવું અને ગાંથોને પાકી કરવી.

મુખ્ય પ્રકારોની ગાંથો બનાવવાની રીતો અને તેના ઉપયોગો નીચે આપ્યાં છે.
૧) ડબલ કનેકશન ગાંથ.
આ ગાંથ એક મજબુત ગાંથ છે અને આકરમાં નાની હોઇ એને ખોલવી આસાન નથી. આ પ્રકારની ગાંથ બીજી ગાંથ બનાવવાની શરુઆત કરતા પહેંલા અથવા અંતમાં વાપરવામાં આવેછે.આ ઉપરાંત નેકલેસ વગેરે માં હુંક બનાવવા માતે વપરાય છે. ઉપયોગ નીચે તસ્વીર માં બતાવ્યો છે.
બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

૨) ડબલ કોઇન ગાંથ.

આ ગાંથ નેકલેસ વગેરે બનાવવા માતે વપરાય છે. અ ગાંથનો આકાર વાદલ જેવો હોઇ બીજી ગાંથો સાથે ભેલવી વિભિન્ન આભુશનો બનાવવા આ ગાંથ નો ઉપયોગ કરી શકાય. ઉપયોગ નીચે તસ્વીર માં બતાવ્યો છે.
બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

૩) ટ્રુ લવર્સ ગાથ.

આ ગાંથ સ્વસટિક ના આકારની છે અને શુકનવંતા પ્રસંગોમાં આભુશન બનાવવા ત્થા બીજા શણગાર કામ માં વપરાય છે. બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

૪) ચોરસ ગાંથ.
આ ગાંથ ઘણી લોકપ્રિય છે અને બહુંજ ઉપયોગી ગાંથ છે. આ ગાંથ સ્કવેર નોટ બ્રેસલેટ, નેકલેસ, પરદા વગેરે માં ઉપયોગી છે. આ ઉપરાંત જનાવરના આકારો બનાવવામાં પરાય છે, જેવાકે દ્રેગોનફ્લાય ના શરીર ના ભાગ વગેર.

૫) હોમલોગ ગાંથ.
હોમલોગ ગાંથ બહુંજ સરલ અને સીધી ગાંથ છે. આ ગાંથ વસ્તુ ઓને બાધંવા માટે અથવા બીજી ગાંથો બનાવવાની શુરુઆત કરવામાટે ધાગાને બાંધવા માટે વપરાય છે.

૬) બટન ગાંથ.

આ ગાંથ નામ પ્રામાણે બતન તરીકે વપરાય છે. તે ઉપરાંત ડેકોરેશન ત્થા નેકલેસ ના હુક તરીકે પણ વપરાય છે. ઉપયોગ નીચે તસ્વીર માં બતાવ્યો છે.
બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

૭) કલોવર લીફ ગાંથ.
આગલ બીજી ગાંથ વાલી શકાય
આ ગાંથ એયરરીંગ, પેનડન્ટ વગેરે બનાવવા માટે વાપરી શકાય. બીજા સુશોભિત ડેકોરેશનમાં ત્થા બીજી ગાંથોના મીશ્રણથી બહુંજ સુન્દર વસ્તુંઓ બનાવી શકાય. આ ગાંથ ત્રણ પાંખડી ના બદલે ૪ કે ૫ પાંખડીના પણ બનાવી શકાય.

૮) ડબલ ગાંથ.
આ ગાંથ ડેકોરેશન માં ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય.

૯) પિપા ગાંથ.
આ ગાંથ એયરરીંગ, પેનડન્ટ વગેરે બનાવવા માટે વાપરી શકાય.
બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

૧૦) ગુડલક ગાંથ.
આ ગાંથ દેખાવમાં ઘણી સુંદર લાગે છે અને આભુષણોમાં સીધી અથવા બીજી ગાંથોના મીશ્રણથી વાપરી શકાય. બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.


૧૧) પ્લેફોન્ડ ગાંથ.


આ ગાંથ બહુંજ મજબુત અને સુંદર છે. બ્રેસલેટ, નેકલેસ, બેલ્ટ વગેરે બનાવવા માટે વપરાય છે.
બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

૧૨) સ્નેક ગાંથ.

આ ગાથ કી ચેઇન, મોબાઇલ ના પાઉચ, નેકલેસ ની દોરીતથા બેગના હેન્ડલ વગેરે માટે વપરાય છે. નીચે તસ્વીરમાં ઉપયોગ બતાવવામાં આવ્યો છે.
બનાવવાની રીત આ વીડીયોમાં પણ બતાવવામાં આવી છે.

મંગળવાર, 1 ડિસેમ્બર, 2009

કાગલના મણકા (કાગલના બીડ)



જુના માસિકો, છાપાઓ, ફેન્સી કાગલો વગેરે માંથી આ જાતનાં મણકાઓ બનાવી શકાય અને તેણા બનાવેલા ઘરેણાં બહુજ સુંન્દર લાગે છે. નકામી થયેલી વસ્તુ માંથી બનાવવામાં આવતા હોવાને કારણે પ્રદુષણ રહિત હોઇ આખી દુનિયામાં બહુંજ લોકપ્રિય છે.

આ બીડ બનાવવું બહુંજ સરલ છે અને થોડા અનુંભવ પછી બનાવેલા આ બીડ એટલા સુંદર લાગેછે કે ફક્ત નિષ્ણાતોજ પારખી શકે કે આ બીડ કાગલના બનેલ છે. ઘર ઉધ્યોગ તરિકે આ વ્યવસાય અપનાવા જેવો છે. ફક્ત બીડ અથવા બીડ માંથી ઘરેણા બનાવીને પણ વહેંચી શકાય.

કાગલના બીડ બનાવવા માટે જરુરી સામગ્રીઓ.
જુના માસિકો, પેકિંગમા વપરાતા કાગલો અથવા ફેન્સી કાગલો.
કાતર.
દાંત ખોતરવાની સલી,
ડોવેલ પિન.
વારનિશ (શલેક) (પારદ્રષક નખનું પાલીસ પણ વાપરી શકાય પણ થોડું મોંઘુ પડશે.)
સફેદ ગમ અથવા પી.વી.એ. ગમ. (ફેવિકોલ)
એક્રિલિક રંગ.
૧/૨" જાડી થરમોકોલ ની સીટ.
બનાવવાની રીત.
પ્રથમ કાગલની પટ્ટીઓ કાપો.

નાના કોણાવાલા છેંડા ઉપર થોડુ ગમ લગાડો.

હવે કાગલનો મોટો ભાગ છે ત્યાં થી ડોવેલ પિન ઉપર લપેતવાનું શરુ કરો. આ શરુઆત થોડી અઘરી છે પરંતુ થોડા પ્રયત્ન પછી આશાન થઇ જશે. જેટલું ટાઇટ લપેતાશે એટલો બીડનો આકાર સારો બનશે. સંપ્રુર્ણ લપેતાઇ ગયા પછી છેંડો બરોબર ચિટકાવી દો.

હવે બીડને ડોવેલ પિનમાં થી બહાર કાધો.

અને દાંત ખોતરવાંની સલી બીડના કાનામાં ભરાવી બીડ ઉપર વારનીશ લગાવી થરમોકોલમાં ખોસી સુકાવા દો. તમે ચાહોતો એક્રિલિકના રંગથી વધુ શુસોભીત બનાવી શકો છો.

ઉપર બતાવેલી રીતમાં આપને એક લાંબો બીડ બનાવ્યોં જે વચમાં જાડો અને બન્ને છેડા પાટલા શંકુ આકાર ના બનશે.
આ બીડ વિવિધ આકારના બનાવી શકાય. આપને શરુઆતમાં જે પટ્ટી ત્રીકોણ આકારમાં કાપીછે તેને વિવિધ આકારમાં કાપવાથી વિવિધ આકારના બીડ બનશે. થોડા આકારો નીચે બતાવ્યાં છે. પટ્ટી જેટલી લાંબી હશે એટલો બીડ જાડો બનશે અને ત્રીકોણ ના બદલે સીધી પટ્ટી કાપસો તો તમારો બીડ ભુંગલી જેવો બનશે.

જાપાનમાં બનેલા વાસી પેપરો જે ઓરિગામિ બનાવવા માતે વપરાય છે તેમાંથી કાગલના બીડ બહું સરસ બનાવી શકાય છે જેનો ઉપયોગ એયર રીંગ બનાવવામાં કરેલો છે તે નીચે આપેલી તસ્વીરમાં જોઇ શકાય છે.
આ બીડ ના વિવિધ ઉપયોગો નીચેની તસ્વીરોમાં બતાવવામાં આવ્યાં છે.



નીચે બતાવેલા વીડીયોમાં બીડ બનાવવાની રીત બતાવવામાં આવી છે. બીડ વાલવાનું જે સાધન વીડીયોમાં બતાવ્યું છે તેના બદલે કોટર પિન વાપરવી. કોઇ પણ હાર્ડવેર ની દુકાનમાં મલશે. અહિં નીચે તસ્વીરમાં કોટર પિન બતાવી છે. લંબાઇમાં લગભગ ૩" લેવી.



વધુ જાણકારી માટે મેઇલ કરો!