શનિવાર, 28 નવેમ્બર, 2009

કોઇલ્ડ તારના મણકા (બીડ)

તારમાં થી અથવા બીડ માંથી બનાવેલી જેવેલરીને વધુ સુંદર બનાવવા માટે તારને અનેક રીતે વાલીને અલગ અલગ આકાર અપાય છે.

આ પ્રકારોમાં એક છે તાર ને સ્પ્રિંગની માફક ગોળાકારમાં વાલી મણકો બનાવવો.


નીચે આ બીડ બનાવવાની માહિતિ આપી છે જેની તસ્વીરો અહિં થી લેવામાં આવી છે. http://www.ehow.com/how_4620450_wire-bead-use-jewelry-designs.html

તસ્વીરમાં બતાવ્યાં મુજબ લગભગ એક તાર (૩/૧૬" અથવા ૧/૪") લઇ એક ૧/૨" ચોરસ સલીયામાં હોલ કરી ભરાવો અને બાજુમાં એક બીજો હોલ કરો જેમાંથી તાર બહાર નીકાલી શકાય.આ પ્રમાણે જીગ તૈયાર થશે. હવે ઉપર બતાવ્યાં મુંજબ તાર લપેટો.

૧/૨" ના ચોરસ આડા સલીયાને ફેરવી તારને સ્પ્રિંગની માફક લગભગ ૪" સુધી લપેટો.

તાર ને ખોલી કોઇલને બહાર કાધો.

કોઇલને બીજા છેડેથી કાંપ્યા વગર તસ્વીર માં બતાવ્યાં મુજબ ફરી પાછા જીગમાં ભેરવો.

તસ્વીર માં બતાવ્યાં મુજબ સીધો તાર થોડો સ્પ્રિંગની માફક ફેરવો.

હવે ઉપર તસ્વીરમાં બતાવ્યા મુંજબ કોઇલને સલીયાની નજદીક લાવો.

હવે ચોરસ આડા સલીયાને ફેરવી કોઇલને લપેટો.
જ્યારે કોઇલ ખલાસ થાય પછી સીધો તાર અગાઉ લપેતેલી લંબાઇ જેટલો લપેતો.

વધારાના તાર બન્ને બાજુથી કાપી નાખો.

તમારો કોઇલ્ડ તાર નો બીડ તૈયાર છે.
આ પ્રમાણે કોઇલ બનાવવા માટે તમે હાથથી ફેરવી શકાય એવા ડ્રીલ મશીન પણ વાપરી શકો. મશીન ને વાઇસ અથવા ક્લામ્પથી પકડી ચકમાં ૩/૧૬" અથવા ૧/૪" નો તાર પકડી મશીન નું હેન્ડલ ફેરવી બીડનો તાર લપેતી શકાય.
બીજી રીતો માટે નીચેના વીડીયો જુંઓ. આ વીડીયોમાં બતાવેલો જીગ પોતેજ બનાવી શકાય.






વધુ જાણકારી માટે મેઇલ કરો!

બુધવાર, 25 નવેમ્બર, 2009

કોલ્ડ પોરસીલીન ક્લે માંથી મણકા (બીડ)

પ્રસ્તાવના મા આપણે જોંયુકે બીડ ઘણી જાતના અને આકારના આવેછે.

કાચ,ધાતુ અને પ્લાસ્ટીકના બીડ આપણાં દેશમાંજ બને છે. ધાતુના બીડ માટે જયપુર જાણીતું છે.પુરદાલપુર આગ્રાની બાજુમાં આવેલું ઉત્તરપ્રદેશનું આ નાનું ગામ આંખુ કાચના બીડ બનાવવાના વ્યવસાયમા લાગેલું છે.

ભિન્ન ભિન્ન પ્રકાર અને આકારના બીડ લઇ જવેરાત બનાવવું આપણે માટે ઘણું સરલ છે.

ઘણા બીડ જાતે પણ બનાવી શકાય, જેવાકે ક્લે બીડ,કાગળના બીડ,ફેલ્ટ અથવા કાપડ માંથી બનેલા બીડ વગેરે વગેરે.

આજે આપણે કોલ્ડ પોરસીલીન ક્લે બનાવવાની રીત તથા તેના ઉપયોગ વિષે જાણશું




હકિકતમાં આ ક્લે અને પોરસીલીનને કોઇ સબંધ નથી. ફક્ત એનાથી બનેલી વસ્તુ ઓનો દેખાવ પોરસીલીન જેવો લાગે છે તેથી દુનિયા ભર માં આ કોલ્ડ પોરસીલીન ક્લે તરીકે ઓળખાય છે.આ ક્લે મજબુત,બનાવવામાં સરલ,હવાથી સુકાતી હોવાને કારણે અને દેખાવમાં ખુબજ સુંદર લાગવાને કારણે જવેરાત બનાવવા માટે ખુબજ ઉપયોગી છે.

આ ક્લે બનાવવા વીષે ની માહિતિ વેબ ઉપર ઘણી બધી છે.અહીં આ સાઇટ ઉપર આપેલી માહિતિ માંથી રજુઆત કરવામાં આવી છે. http://www.craftstylish.com/item/2802/how-to-make-cold-porcelain

કોલ્ડ પોરસીલીન ક્લે બનાવવાની રીત:

આ ક્લે બનાવવા માટે નીચે જણાવેલી સામગ્રીની જરુર પડશે:

૧) ૩/૪ કપ સફેદ ગ્લુ.
૨) ૧/૨ કપ પાણી.
૩) ૧ ટી સ્પુન કોલ્ડ ક્રિમ(પોન્ડસ વગેરેનું આવેછે એ જાત નું).
૪) ૧ ટી સ્પુન ગ્લીસીરિન(જે ગલામાં લગાડવા વપરાય છે).
૫) ૧ કપ કોર્ન સ્ટાર્ચ (થોડો વધુ હાથ ઉપર ચીટકે નહિ માટે લગાડવા જોઇશે).


બધા પ્રવાહિ પદાર્થો (સફેદ ગ્લુ, પાણી, કોલ્ડ ક્રિમ અને ગ્લીસીરિન) લઇ એક જુના વાસણમાં (નોન સ્ટિક હોય તો સારું)મધ્યમ તાપથી ગરમ કરો. અને
ગુજરાતી powered by Lipikaar

ગુજરાતી powered by Lipikaar

ગુજરાતી powered by Lipikaar
સુંવાળું બને ત્યાં સુધી સતત હલાવતા રહો.

નોંધ:
કોલ્ડ ક્રિમને પહેલાથી બરોબર વાટીને બારિક કરીને ભેલવો.
આ ક્લે આમતો હાનિકારક નથી, પરંતુ વાસણ ઉપર ચિતકીજતું હોઇ જુનુ વાસણ લેવું યોગ્ય છે.

હવે કોર્ન સ્ટાર્ચ મેલવો અને સતત હલાવતા રહો. આ મીશ્રણ ધણુ ઝડપથી જાડું રગડા જેવું બની જશે.

પ્રથમ આ મીશ્રણ લગભગ કોટેજ ચીઝ જેવું લાગશે.

અને થોડીજ મિનિટ માં એ ઘટ બની જશે અને પીસેલા બટાટાના લગદા જેવું લાગશે. આખુ મીશ્રણ વાસણ ની દીવાલ છોડી એક લગદો બની જાય તો સમજવું કે ક્લે તૈયાર છે.

ગરમ ક્લેને એક સ્વચ્છ પાટલા ભીંગાવેલા ટુવાલમાંલપેટી લો.

ભીંગાવેલા ટુંવાલમા લપેટીને ક્લે ને કામ માં લઇ શકાય એવી થંડી થાય ત્યાં સુધી આટાની જેમ ગૂંદો. થોડી થોડી વારે ટુવાલને ક્લેથી છુટો કરી ફરી પાછો ટુવાલ લપેતી ગૂંદો.

થંડી થયા પછી ટુવાલ કાઢી ફરી આટાની જેમ ગૂંદો. હાથ ઉપર ચીટકે નહી માટે સુકો કોર્ન સ્ટાર્ચ ભભરાવવો.

લગભગ પાચ મિનિટ અથવા વધારે ગૂંદવા બાદ ઉપર તસ્વીર માં બતાવ્યા મુંજબ સુંવાળી,રબર જેવી, તમારી ક્લે બનશે. આ હવે વધુ ચીપકણી પણ નહી હોય અને તસ્વીરમાં દેખાય છે તે સાઇઝના લવા જેટલી બનશે. તમને જો ક્લેને રંગ કરવો હોય તો તમે જરુરીયાત પ્રમાણે એક્રીલીક અથવા ઓઇલ રંગ ભેલવી રંગ બરોબર ભેલવાય ત્યાં સુધી ગૂંદો. હવે આ ક્લેને એર તાઇટ ડબ્બામાં બંધ કરી દો.

નોંધ:
આ પ્રક્રિયામાં વાપરેલા વાસણો ચીટકેલી ક્લે સુકાઇ જાય તે પહેલાં ધોઇ નાખવા જંરુરી છે.

બનેલી ક્લેથી તમે વિભિન્ન વસ્તુઓ બનાવી શકો છો. હાથ થી વાલીને, કુકી કટર વાપરીને અથવા મોલ્ડ માં ધાલીને. થોડા ઉદાહરણો નીચે તસ્વીર માં બતાવ્યાં છે.


ચોકલેટ મોલ્ડ પ્લાસ્ટીક ના બજાર માં વિવિધ આકારમાં મલેછે. પેન્ડન્ટ,એયરરીંગ વગેરે બનાવવા માટે આ મોલ્ડ ઉત્તમ છે. આ ઉપરાંત ક્લેને રોટી જેવી બનાવી કુકી કટર થી અલગ અલગ આકાર માં કાપી શકાય.
શરુઆત કરતા પહેલાં મોલ્ડ અને હાથ ઉપર પાટલું મીનરલ ઓઇલ (બેબી ઓઇલ પણ ચાલે) લગાડવું જેથી હાથ અને મોલ્ડ ઉપર ક્લે ચીટકે નહિ. હવે થોડી થોડી ક્લે લઇ મોલ્ડ માં ભરી બરોબર દબાવો. ધ્યાન રાખોકે ક્લે મોલ્ડ ના બધા બારીક માં બારીક ખાચા ઓ માં ફેલાય. આમ થોડી થોડી ક્લે મોલ્ડ ભરાય ત્યાં સુધી ભરતા જાવ.


જો તમારો મોલ્ડ આર પાર જોઇ શકાય એવો હોઇ તો ઉલતો ફેરવી બરોર જોઇલો કે ક્લેમાં હવા ના હોલ વગેર થયા નથી અને ક્લે બરોબર મોલ્ડમાં ભરાઇ છે. ઉપરની તસ્વીર મા એક નાનો ખાચો જોઇ શકાય છે. એને ફરી પાછો દબાવી સરખો કરવો. ક્લે ને આખી રાત મોલ્ડમાં રહેવાં દો. સવાર પડતા એ સુકાઇ અને સંકોચાઇ જશે. અને મોલ્ડ માંથી આપમેલે બહાર આવી જશે.

હવે તેમાં એક તાર માંથી આય પીન બનાવી તસ્વીર મા બતાવ્યાં મુજબ ભેરવો અને પછી પેન્ડન્ટ ને સુકાવવા માટે મુકીદો. સુકાવા નો સમય વસ્તું નો આકાર, સાઇઝ ત્થા વાતાવરણ ઉપર આધાર રાખે છે.

પ્રુર્ણ સુકાયા પછી બનાવેલી વસ્તુ કેટલી સુકાય છે તે ઉપરની તસ્વીર માં બતાવ્યું છે.

એક વખત સંપૂર્ણ સુકાઇ જાય પછી તમે એના ઉપર એક્રીલીક અથવા ઓઇલ રંગથી સુસોભીત કરી શકો છોં.

આખી પ્રક્રિયા પતી ગયા પછી અંદર પાણી કે હવા વગેરેથી બનાવેલી વસ્તું બગડે નહિ માટે આખી વસ્તુ ફરતે પાણીમાં ઓગળે એવું વારનિશ ચોપડી દો. આમ કરવાથી તમારી બનેલી વસ્તું માં ચમક પણ આવશે અને વધુ શુશોભીત લાગશે.

કોલ્ડ પોરસેલિન ક્લે બનાવવી આસાન છે પરંતુ શરુઆત મા તમને જોઇએ એવી સફલતા કદાચ ન પણ મલે પણ નાસીપાસ થવાને બદલે ફરી ફરી ને પ્રયાસ કરવાથી જરુર સફલ થશો. આ ક્લે બનાવવા માતે ધ્યાન માં રાખવાની કેટલીક બાબતો નીચે જણાવી છે.

૧) હંમેશા એર ટાઇટ દબ્બામાં ક્લે રાખો.
૨) બગાડ ન થાય માટે જોઇયે એટલીજ ક્લે બનાવો.
૩) કામ કરતી વખતે ક્લે સખત થઇ જાય તો એક બે ટીપા પાણીના ઉમેરો.
૪) કદાચ વધુ પાણી ઉમેરાય જાય અને વધુ પાટલું બને તો થોડી વાર સુકાવા દો.
૫) એક ભાગ ને બીજા સાથે જોડવાં માટે જયા જોડાણ કરવું છે ત્યાં પાણીનો એક ટીપો મુકી જોડાણ કરો.
૬) જો સખત થયું હોય તો સફેદ ગમ લગાડીને પણ ચીટકાવી શકાય.
૭) થંડી થયા પછી ક્લે ૧૦ થી ૧૨ ટકા સંકોચાય છે એનું ધ્યાન રાખવું.
૮) એક્રીલીક રંગ ક્લે માં ભેલવી વસ્તું બનાવવા કરતાં બનાવ્યાં પછી રંગ લગાડ વો સારો.
૯) જો બનાવેલી વસ્તું માં તીરાડ પડતી હોઇ તો થોડુ પાણી ઓછુ વાપરવું, વધારે વખત ચુલા ઉપર રાખી હલાવવુ અને વધું વખત ગૂંદવાથી ક્લે માં તીરાડ પડશે નહિં. થોડા અનુંભવથી આ મુશ્કેલી ઉકેલાઇ જશે.
૧૦) આ ક્લેથી વસ્તું તમે ગમે એટલી પાતલી બનાવી શકશો.
૧૧) સંપૂર્ણ થયા પછી વારનીસ લગાવવું બહુંજ જરુરી છે.
૧૨) સફેદ ગ્લુ તરીકે તમે લાકડાને ચીટકાવા વપરાતો ગમ અથવા પીવીએ ગમ પણ વાપરી શકો છો.
૧૩) ઉપર જણાવેલ સામગ્રીમાં તમે એક ચમચ લિંમ્બુનો રસ અથવા લવિંગ ના તેલનો ઉપયોગ કરી શકો છો. આ કુદરતી પ્રિઝર્વેટિનુ કામ કરશે અને બગડવા નહિં દે.

ક્લેમાં રંગ મેળવવાની રીત નીચેના વીડીયોમાં બતાવવામાં આવી છે.


ક્લેથી ફુલ બનાવવાની રીત નીચેના વીડીયો માં બતાવવામાં આવીછે.



નીચેના વિડીયોમાં એક બીજી રીત બતાવવામાં આવી છે.




વધુ જાણકારી માટે નીચે જણાવેલ વેબ ઉપર eBook Basic Techniques ડાઉનલોડ કરી શકાય છે. આ બુક મફત છે અને કોઇ કોઇ જગ્યા એ બુકમાંજ વીડીયો જોઇ શકાય છે.બુકની સાઇઝ મોટી હોઇ ડાઉનલોડ કરતા સમય લાગશે તેનું ધ્યાન રાખવું. આ બુકમાં બતાવેલી ક્લે બીજી છે પણ જે રીત બતાવવા માં આવી છે તે આપને બનાવેલી ક્લે માટે સરખી છે. આ બુક ડાઉનલોડ કરવા માંટે સાઇટ ઉપર રજીસ્ટર થવું જરુરી છે.

http://www.thaiflowerart.net/epages/61731736.sf/en_GB/?ObjectPath=/Shops/61731736/Categories/eBooks


વધુ જાણકારી માટે મેઇલ કરો!

મંગળવાર, 24 નવેમ્બર, 2009

તાર માંથી બનાવાતા ઝવેરાત માટે વપરાતી જીગ (ફરમો)




તાર માંથી બનાવાતા ઝવેરાત તાર ને અલગ અલગ આકારમાં વાળીને બનાવવામાં આવેછે. વાળટી વખતે તાર નો આકાર બરોબર જલવાઇ રહે તે અગત્યનું છે. હાથ અને પક્કડથી વાળેલા તાર નો આકાર દેખાવમાં સુંદર લાગતો નથી. ઘરેણા સુંદર બનાવવા માટે જીગ (ફરમા) નો ઉપયોગ થાયછે.

આ ફરમાઓ પરદેશમાં તૈયાર મલેછે પણ આપણા દેશમાં સરલતાથી મલતા નથી.
વેબ http://www.wigjig.com/wj.htm ઉપર જીગ ની વીગતો આપવામાં આવી છે. સાથે કેમ ઉપયોગમાં લેવું તેના વીડીયો પણ આપવામાં આવેલા છે. આજ વેબ સાઇટ ઉપર ઝવેરાત બનાવવાની રીત માટેની અગત્યની માહિતિઓ પણ આપવામાં આવી છે.

વીગજીગ કંમ્પનીના જીગ ટોતલ ૬ સાઇઝના આવેછે.
૧ ડેલફી.
૨ ઓલ્મપસ લાઇટ.
૩ ઓલ્મપસ.
૪ ઇલેકત્રા.
૫ સાઇક્લોપસ.
૬ સેન્ટોર.

આમા ૧ થી ૩ સુધીના ચોરસ, ૪ અને ૫ ગોલ જીગ છે. છથી જીગ ગોલ અને ચોરસનું મીશ્રણ છે.



ઉપર બતાવેલી તસ્વીરમાં પીલા રંગનો પુરજો ચોરસ ફરમામાં બનાવવામાં આવ્યો છે અને કાલા રંગનો પુરજો ગોલ ફરમામાં બનાવવામાં આવ્યો છે.
મોટી સાઇજ બનાવવા માટે ચોરસ ફરમો વપરાય છે અને નાની ત્થા બારીક પુરજા બનાવવા માટે ગોલ ફરમો વપરાય છે. બન્ને જાત ના પુરજા બનાવવા માટે ૬ નંબરનો સેન્ટોર ફરમો વપરાય છે.

આ દરેક ફરમાંના નમૂના નીચે જનાવેલ વેબ સાઇટ ઉપર ઉપલબ્ધ છે.

http://www.wigjig.com/pages/pdf/olympustemplate.pdf
http://www.wigjig.com/pages/pdf/olympuslitetemplate.pdf
http://www.wigjig.com/jewelry-tools/WJU/encyclopedia/jigs/electratemplate.pdf
http://www.wigjig.com/pages/pdf/delphitemplate.pdf
http://www.wigjig.com/jewelry-tools/WJU/encyclopedia/jigs/cyclopstemplate.pdf
http://www.wigjig.com/pages/pdf/Centaur1.pdf

આ નમુનાની ફાઇલ pdf ફોરમેટ માં છે. જો તમારી પાસે pdf રીડર ના હોઇ તો આ વેબ સાઇટ ઉપર જઇ ડાઉનલોડ કરી શકોછો. http://get.adobe.com/uk/reader/

આ જીગ તમે પોતે પણ બનાવી શકો છો. જોકે એ કંમ્પની ના બરોબરી નુ તો નહીજ હોઇ પણ "ન મામા કરતા કાનો મામો સારો", જેમ કામ લાગશે.

જે નમુનો તમે ડાઉનલોડ કર્યો છે તેને પ્રીન્ટ કરીલો અને નમુનામાં જે જીગની તસ્વીર છે તે કાપીલો.
કાપેલી તસ્વીર ના બરોબર એક લાકડું, એલ્યુમિનિયમ અથવા એક઼ીલીક (પલાસ્ટિક) નો લગભગ ૩/૪" જાડો ટુકડો લઇ કાપેલી તસ્વીર તેના ઉપર ચીટકાવી દો.
હવે જેમ તસ્વીર માં માર્ક છે એમ હોલ કરીલો. કોઇ સુથાર અથવા કારખાના માં પણ આ કામ કરાવી શકાય.

નીચે તસ્વીરમાં પણ આ રીત સમજાવવામાં આવી છે.





નાની સાઇજ ના જીગ માટે ૧.૫ એમ એમ અને મોટી સાઇજ ના જીગ માટે ૨.૫ એમ એમ હોલ કરવા.

આ જીગના ઉપયોગ માટે પીન ની જરુર પડશે. આ માટે ૧.૫ એમ એમ અને ૨.૫ એમ એમ સાઇજ ના ડોવેલ પીન અલગ અલગ લંબાઇ માં બજાર માં તૈયાર મલેછે તે લઇ વાપરવા. ખીલા લઇ માથું કાપી ને પણ વાપરી શકાય.

આ ઉપરાંત મોટા ગોલાકાર બનાવવા માટે નાયલોન ના વિભિન્ન સાઇજ ના ડત્તા જોઇશે. આ ડત્તા નાયલોન ના રોડ બજાર માં તૈયાર મલેછે તેમાંથી લેથ મશીન વાલા કારખાનામાં કોઇ પણ બનાવી આપશે.
જીગ વાપરવા ની રીત નીચે ના વીડીયો માં બતાવેલ છે. આ ઉપરાંત વધુ વીડીયો અહિં જોવા મળશે.





વધુ જાણકારી માટે મેઇલ કરો!