શનિવાર, 6 ફેબ્રુઆરી, 2010

મક્રામિ

દોરા કે દોરીને ગાંઠો મારીને બનાવેલી કોર કે ઝાલર બનાવવાની કળા એટલે મક્રામિ. એ એક ઍરબિક શબ્દ છે અને એનો મતલબ કોર કે ઝાલર થાય છે.
આ કળા થી બેગ, કુંડા લટકાવવાની ઝાલર કે બીજી ડેકોરેટિવ વસ્તુ બનાવવામાં થાય છે. ચાઇનીઝ ગાથ ની માફક આ કળા માંથી પણ જવેલરી બનાવવા માં આવે છે. આ કલા માઇક્રો મક્રામિ તરીકે ઓળખાય છે. આમ તો મક્રામિ અને માઇક્રો મક્રામિ બન્ને સરખુજ છે પણ માઇક્રો મક્રામિ માં દોરાની સાઇઝ પાટલી હોઇ છે એટલે કે ૨ મીલી મીટર જાડી. આ કલા માટે કાટા વગેરે ની જરુરત પડતી નથી, ફ્કત હાથ થિજ ગાંથ વાળવા માં આવે છે.

આ કલા શીખવી બહુજ સરલ છે. આ કલા માટે અલગ અલગ પ્રકારની ગાંથો નો ઉપયોગ થાય છે. જેવીકે લાર્કસ હેડ ગાંથ, ચોરસ ગાંથ, લુપ ગાંથ, ફ્રીવોલાઇટ ગાંથ, કૅપ્યુચિન ગાંથ, વિંડ ગાંથ વગેરે વગેરે. થોડા પ્રકારની ગાંથો બનાવવાની રીત નીચે ની તસ્વિરોમાં બતાવી છે.

લાર્કસ હેડ ગાંથ

લાર્કસ હેડ ગાંથની સાંકળ બનાવવાની રીત:
ચોરસ ગાંથ બનાવવાની રીત:

ઓવર હેડ ગાંથ:
સપાટ ચોરસ ગાંથ:


વધુ ગાંથ બનાવવાની રીત ઇન્ટર નેટ ઉપર થી મેલવી શકાશે. કેટલીક સાઇતો ના નામ અહિં જણાવ્યાં છે.

http://www.free-macrame-patterns.com/micro-macrame.html
http://www.olgasmacrame.com/4pageKnots.html
http://stonebrashcreative.com/MacrameTutorial.html
http://doit101.com/Crafts/Macrame.html


આ ઉપરાંત અહિં એક એયરિંગ અને પેન્ડન્ટ બનાવવાની સરસ રીત બતાવવામાં આવી છે. આ ફાઇલ પીડીએફ ફૉર્મટ માં છે. તેથી આ ફૉર્મટ માં વાંચવા માટે નો પ્રોગ્રામ હોવો જરુરી છે. આ પ્રોગ્રામ વીના મુલ્યે અહિં ડાઉનલોડ કરી શકાય છે.

મક્રામિથી કેવી જવેલરી બનાવી શકાય છે તેના નમૂના નીચે બતાવ્યાં છે.



ગુજરાતી powered by Lipikaar

વધુ જાણકારી માટે મેઇલ કરો!