શનિવાર, 14 નવેમ્બર, 2009

ડેંગલ બનાવો

ડેંગલ એક એવો પુરજો છે જે એયર રીંગ, ચેઇન, બ્રેસલેટ વગેરે બનાવવા માટે વપરાય છે.








ડેંગલ ધણા ના પ્રકારના બનાવી અલગ અલગ રીતે વાપરી શકાય છે. નીચે બતાવેલી તસ્વીર માં ડેંગલના એયરીંગમાં થયેલા ઉપયોગો બતાવવામાં આવ્યાં છે.




આજ રીતે ડેંગલ ગળાં માં પહેરાતા ઝવેરાતો જેવાકે કંઠી, માળા, હાર વગેરે માં પણ ઉંપયોગ માં લઇ શકાય.

ડેંગલ બનાવવા ની
વધુ જાણકારી માંતે નીચે આપેલો વીડીયો જુઓ.










શુક્રવાર, 13 નવેમ્બર, 2009

સ્પલીટ રીંગ અથવા જંપ રીંગ





સ્પલીટ રીંગ/ જંપ રીંગ, આ ઝવેરાત બનાવવામાં વપરાતો બીજો એક પુરજો છે, જે તાર ને ગોલ વાલી બનાવવામા આવે છે. ઝવેરાત માં વપરાતા બીજા પુરજા ને જોડવા માટે આ વપરાય છે.

જંપ રીગ અથવા સ્પલીંટ રીંગ નો એકપયોગ ઉપરની તસ્વીર મા બતાવ્યો છે.





આ રીંગ બનાવવી બહુજ સહેલીં છે. આ રીંગ બનાવવા માતે તાર, રાઉન્ડ નોઝ પક્કડ અને વાયર ની જરુર પડશે.
બનાવવા ની રીત:


1) પ્રથમ તાર પસંદ કરો. અગર મોટી રીંગ બનાવવી હોઇ તો જાડો તાર વાપરવો. નાની રીંગ માટે પાટલા તાર નો ઉપયોગ કરી શકાય.



૨) પ્રથમ રાઉન્ડ નોઝ પ્લાયર લય તાર ના એક છેડે ઉપર તસ્વીર માં બતાવ્યા મુજબ એક રીંગ બનાવો.

3) તાર ને પક્કડ ઉપર સતસ વીંટાળો અને ઉપર ચઢાવતા જાવ જેથી તમારી રીંગ નો આકાર એક સરખો રહે.

૪) ૭ થી ૮ રાઉન્ડ સુધી આમ કરતા રહો.


૫) હવે સીધા છેંડા ને કાપી નાખો.
૬) અને પછી અલગ અલગ રીંગ કાપી નાખો. આમ એક સાથે ૭ થી ૮ રીંગ બનશે.


૭) ઉપર તસ્વીર મા બતાવ્યાં મુજબ રીંગ ને ઉપયોગ માં લેતી વખતે ખોલો અને બંધ કરવા માટે ઉલતુ ફેરવી બંધ કરો.

નીચે વીડીયો માં બતાવ્યા મુજબ તમે ટુલ થી પણ રીંગ બનાવી શકો.




આ ટુલ બનાવવું બહુજ સરલ છે. એક ૭ ઇંચ લાંબા લોખંડ ના સલીયા ના છેડે ૩ ઇંચ ના બીજા સલિયા ને વેલ્ડીંગ કરી આ ટુલ બનાવી શકાય છે. અથવા ૧૦ ઇંચ લાંબો સલિયો લઇ એક છેડા ને ૩ ઇંચ જેટલો વાલી ને પણ આ ટુલ બનાવી શકાય છે. રીંગ ની સાઇઝ પ્રમાણે નો સલીયો લેવો. વીડીયો માં જે ડ્રીલ મશીન બતાવવા મા આવ્યુ છે તે ફક્ત જડપથી કામ કરવા માટે છે આમ એની કઇ ખાસ જરુર નથી. હાથ થી ફરાવી શકાય એવા ડ્રીલ મશીનનો પણ ઉપયોગ કરી શકાય. બન્ને જાતના ટુલ નીચે તસ્વીર માં બતાવ્યાં છે.









બુધવાર, 11 નવેમ્બર, 2009

હેડ પીન બનાવવાની રીતો

જવેલરી બનાવવા માટે જે ફાઇન્ડીગ્સ ની જરુર પડે છે તેમા હેડ પીન એક મહત્વ નો પુરજો છે. આ એયરીંગ વગેરે બનાવવામાં વપરાય છે. આના પ્રકારો ઘણા છે. થોડા અહી નીચે તસ્વીરો દરસાવવામા આવ્યા છે.



ગુજરાતી powered by Lipikaar
પ્રકાર ની પીન ને ફલેટ હેડ પીન કહેવાય છે અને એયરીંગ બનાવવા માટે વપરાય છે.


આ પ્રકાર ની પીન ને આઇ હેડ પીન કહેવાય છે અને એયરીંગ,નેકલેસ, બેન્ગલસ વગેરે બનાવવા માટે વપરાય છે.

આ બન્ને હેડ પીન ૧૮ થી ૨૪ ગેજ ના વાયર થી બને છે. તમે ઇચ્છો તો જાતે પણ બનાવી શકાય. બજાર મા પણ આ તૈયાર મલેછે.

જો તમે બનાવવા ચાહો તો બનાવવાની રીત આ વીડિયો મા બતાવવામાં આવેલ છે.








પ્રથમ તાર ના જોઇતી લંબાઇ ના ટુકડા કરો. તાર ના એક છેડા ને સ્ટવ અથવા ગેસ ના ચુલાથી ગરમ કરો. ગરમ થવાથી તાર નો છેડો બીન્દુ ના આકાર નો બની જશે. આ બોલ હેડ પીન તરીકે ઓળખાય છે. જોઇયે તો આ પીન આમજ વાપરી શકાય.

પરંતુ જો ફલેટ હેડ કરવું હોય તો નીજે તસ્વીર માંબતાવ્યા મુજબ એક ૬ મિલિમીટર ની લોખંદનીપ્લેટ લો અને હેડ પીન નો તાર આસાની થી જાય એમ હોલ પાડો. આ પલેટ મા બોલ હેડ પીન નાખી ઉપર થી નાની હથોડી થી થોકી હેડ ફલાટ કરવો.


નોંધ:

  1. આ જાતની પીનો બજાર માં તૈયાર મલેછે અને જાતે બનાવવા કરતા સસ્તી પણ હોઇ છે. બનાવવાની રીત ફક્ત જાણ ખાતર આપવામાં આવી છે.
  2. જાત ની પીનો જો સ્તરલીન્ગ સીલવર માંથી બનાવવાની હોઇ તો તેમા થોડું તાંમ્બાનુ પ્રમાણ હોઇ કાલુ પડી જવાના સંભાવના વધુ છે. કાલુ ન પડે તે માટે ૧૨૦ ગ્રામ બોરીક એસીડ, ૮૦ ગ્રામ બોરેક્સ, ૮૦ ગ્રામ ટ્રાઇસોડીયમફોસફેટ (ટી.એસ.પી.) લગભગ ચાર કપ ઉકલતા પાણી મા મેલવવું અને થંડુ થતા ઘટ થાય તો વધુ પાણી નાખી પાટલુ કરવું. આ જાતનુ મીષ્રણ પ્રીપ ફલ્કક્ષ તરીકે ઓલખાય છે. તાર ને થોડું ગરમ કરી આ મીષ્રણમાં દુબોવી પછી વધુ ગરમ કરી બોલ બનાવવા થી કાલુ પડશે નહી.
  3. રસાયણો ઘણી વખત હાની કારક હોઇ છે માટે ખરીદતી વખતે પુરી જાણકારી વેપારી પાસેથી મેલવી લેવી જરુરી છે. ગેસના ચુલા થી કામ કરવાનું હોઇ પુરી સાવધાની રાખવી બહુ જરુરી છે.


આઇ હેડ પીન બનાવવું બહુ સહેલું છે. તાર ના જોઇતી લંબાઇ ના ટુકડા કરી એક છેડા ને રાઉન્ડ નોઝ પ્લાયર માં પકડી કડી બનાવી લો.


રાઉન્ડ નોઝ પ્લાયર

વધુ માહિતિ માતે વીડીયો જુઓ.







સોમવાર, 9 નવેમ્બર, 2009

પ્રસ્તાવના

ફેશન જુવેલરી (બનાવતી ઝવેરાત) આજના જમાનામા લોકો ની અગત્ય ની પસંદ બની ગઇ છે. આ ઝવેરાતો ઘણા પ઼કાર નાહોઇ છે અને ઘણી બધી વસ્તુઓ માંથી બનાવી શકાય છે. આ ઘરેણા બનાવવા જેટલા સરલ છે એટલાજ આકરષ્ક પણ હોઇ છે.


આ જાટ ના
ઝવેરાત બનાવવા માટેની માહિતિ ઓ વેબ ઉપર ઘણી બધી છે, પરંતુ લગભગ બધીજ અંગ઼ેજી મા ઉપલબ્ધ છે. આપણા ગુજરાતી ભાઇ બહેનો કે જેઓ ગ્રુહ ઉધ્યોગ તરીકે આ વ્યવસાય ને અપનાવી આગળ આવવા નુ વિચારે છે, તેઓને સહાય રુપ થાય એ હેતુથી આ બલોગ નો આરંભ કરયો છે.


ફેશન જુવેલરી બનાવવાનુ શરુ કરતા પહેલા થોડી જરુરી માહીતી જાણી લેવી જરુરી છે, જેવી કે ,વપરાતી સામગ્રી ઓ, ઓજારો વગેરે વગેરે.


જુવેલરી અનેક પ઼કારની હોય છે અને ઘણી બધી વસ્તુઓ માથી બનાવી શકાય છે. પરંતુ મુખ્ય સામગ઼ીઓ મા મોટી (બીડ), તાર (વાયર), દોરા,
અને બીજા તૈયાર પુરજા (ફાઇન્ડીગસ) આવશ્યક છે.
અ ઉપરાંત થોડા ઓજારો ની પણ જરુરત પડશે. આ બધા વિષે આપણે વીસતાર થી જોઇયે.

મણકો (બીડ):

મણકા પલાસ્ટીક, કાચ, ધાતુ, કાગલ, ફેલ્ટ, કાપડ, લાકડુ ત્થા બીજા વીભીન્ન પ્રકારો મા બજાર મા મલે છે. તમો કેવા ઘરેણા બનાવવા માગો છો એ પ઼્રમાણે ના સાઇઝ તથા આકાર ના બીડ નો ઉપયોગ કરવો. ખાસ કરીને બીડ ખરીદતી વખતે એમા રહેલા કાણા ની બરોબર ચકાસણી કરવી જરુરી છે. કાણા ની સાઇઝ તાર કે દોરા મા આરામથી પૂરોવી શકાય એમ હોવા જરુરી છે. કાગલ, કાપડ, પોલીમર ક્લે તથા બીજા પ્રકાર ની ક્લે માં થી ઘર મા પણ બીડ બનાવી શકાય.

તાર (વાયર):
ઝવેરાત મા વપરાતા તાર ખાસ કરીને તાંબાના હોઇ છે. પરંતુ ચાંદી, સ્ટેનલેસ સ્ટીલ, બરોન્ઝ, પીત્તલ, સોનુ અને સોના ચાંદી ના પ્લેટીંગ કરેલા તાર મા થી પણ ઘરેણા બનાવવામાં આવેછે. સામાન્ય રીતે ૧૬, ૧૮, ૨૦ અને ૨૨ ગેજણા તાર વપરાય છે. ઘણી જગ્યા એ વધુ બારીક ડીઝાઇનો મા ના છુતકે ૨૨ કે ૨૪ ગેજના તાર વાપરવા મા આવેછે.

દોરા:

આ ખાસ કરીને ચાઇનીઝ ગાથ , ટેટીગ, કરોસે, નાની સાઇઝના મણકા વગેરે થી બનાવેલા ઝવેરાત ઓ મા વપરાય છે. આ ઉપરાંત ગલાની માલા, બ્રેસલેટ વગેરે બનાવવા માટે વપરાય છે. દોરાઓ ઘણા પ્રકારના અને સાઇઝ મા મલેછે. મણકા પુરાવી માલા કે બ્રેસલેટ બનાવવા માટે નાયલોન ના દોરા વપરાય છે.

ઝવેરાત બનાવવા માટેના પુરજા (ફાઇન્ડીગ્સ):
ઝવેરાત બનાવવા માટેના ઘણા બધા પુરજાઓ તૈયાર મલે છે. જેવાકે કલાસ્પ (હુક), કાનના હુક (એયર વાયર), જોડાન (લિન્કસ), ક્રીમ્પ કરી શકાય એવા મણકા, મણકા ઉપરની કેપ, પેન્ડનટ,આઇ પીન, હેડ પિન, વગેરે વગેરે.

ઓજારો:

ઓજારોમા ખાસ ઉપયોગ મા આવે એમા ૨-૪ પ્રકારના પક્કડોનો સમાવેસ થાય છે, તે ઉપરાંત ફરમા (જિગ) નો પણ ઉપયોગ થાય છે જે સુથાર કે લુહાર પાસે બનાવી શકાય.