શુક્રવાર, 13 નવેમ્બર, 2009

સ્પલીટ રીંગ અથવા જંપ રીંગ





સ્પલીટ રીંગ/ જંપ રીંગ, આ ઝવેરાત બનાવવામાં વપરાતો બીજો એક પુરજો છે, જે તાર ને ગોલ વાલી બનાવવામા આવે છે. ઝવેરાત માં વપરાતા બીજા પુરજા ને જોડવા માટે આ વપરાય છે.

જંપ રીગ અથવા સ્પલીંટ રીંગ નો એકપયોગ ઉપરની તસ્વીર મા બતાવ્યો છે.





આ રીંગ બનાવવી બહુજ સહેલીં છે. આ રીંગ બનાવવા માતે તાર, રાઉન્ડ નોઝ પક્કડ અને વાયર ની જરુર પડશે.
બનાવવા ની રીત:


1) પ્રથમ તાર પસંદ કરો. અગર મોટી રીંગ બનાવવી હોઇ તો જાડો તાર વાપરવો. નાની રીંગ માટે પાટલા તાર નો ઉપયોગ કરી શકાય.



૨) પ્રથમ રાઉન્ડ નોઝ પ્લાયર લય તાર ના એક છેડે ઉપર તસ્વીર માં બતાવ્યા મુજબ એક રીંગ બનાવો.

3) તાર ને પક્કડ ઉપર સતસ વીંટાળો અને ઉપર ચઢાવતા જાવ જેથી તમારી રીંગ નો આકાર એક સરખો રહે.

૪) ૭ થી ૮ રાઉન્ડ સુધી આમ કરતા રહો.


૫) હવે સીધા છેંડા ને કાપી નાખો.
૬) અને પછી અલગ અલગ રીંગ કાપી નાખો. આમ એક સાથે ૭ થી ૮ રીંગ બનશે.


૭) ઉપર તસ્વીર મા બતાવ્યાં મુજબ રીંગ ને ઉપયોગ માં લેતી વખતે ખોલો અને બંધ કરવા માટે ઉલતુ ફેરવી બંધ કરો.

નીચે વીડીયો માં બતાવ્યા મુજબ તમે ટુલ થી પણ રીંગ બનાવી શકો.




આ ટુલ બનાવવું બહુજ સરલ છે. એક ૭ ઇંચ લાંબા લોખંડ ના સલીયા ના છેડે ૩ ઇંચ ના બીજા સલિયા ને વેલ્ડીંગ કરી આ ટુલ બનાવી શકાય છે. અથવા ૧૦ ઇંચ લાંબો સલિયો લઇ એક છેડા ને ૩ ઇંચ જેટલો વાલી ને પણ આ ટુલ બનાવી શકાય છે. રીંગ ની સાઇઝ પ્રમાણે નો સલીયો લેવો. વીડીયો માં જે ડ્રીલ મશીન બતાવવા મા આવ્યુ છે તે ફક્ત જડપથી કામ કરવા માટે છે આમ એની કઇ ખાસ જરુર નથી. હાથ થી ફરાવી શકાય એવા ડ્રીલ મશીનનો પણ ઉપયોગ કરી શકાય. બન્ને જાતના ટુલ નીચે તસ્વીર માં બતાવ્યાં છે.









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો