શુક્રવાર, 18 ડિસેમ્બર, 2009

ચેઇનમેલ (તારની રીંગ માંથી બનતા ઘરેના) ભાગ ૧

Friday, 13 November 2009 ના બ્લોગમાં આપણે સ્પલીટ રીંગ અથવા જંપ રીંગ બનાવવાનું જોંયુ. આજ રીંગોને એક બિજામાં ભરાવીને ચેઇનમેલ ઘરેના બનાવવામાં આવેછે.


આ રીંગોને એક બીજામાં ભેરવવું એક આસાન કામ છે. આ કાર્ય માંટે સમય વધુ જોઇયે અને એકજ જાતના કામની નકલ કરતા રહેવાનું છે. આ કાર્ય માટે એક રીંગને ખોલી બીજી રીંગ ભરાવી ફરી પાછી રીંગ ને બંધ કરવાની છે. સારી રીતે બંધ કરવું જરુરી છે અને તોજ બનાવત સુંન્દર લાગશે. થોડાજ પ્રયત્ન પછી કોઇ પણ વ્યક્તિ આ ઘરેના બનાવિ શકે.

આ ઘરેના માંટે તાર તમે કોઇ પણ ધાતુના લઇ શકો. લોખંડ કે જંગ લાગતા ધાતુના તાર ન વાપરવા. તાંબુ, પિત્તલ, એલ્યુમિનિયમ, જરમન સિલવર, સ્ટેનલેસ સ્ટિલ, ચાંદી વગેરે ધાતુ વાપરી શકાય. આ ઉંપરાંત જયાં રીંગને ખોલવાની જરુરત ના હોય ત્યાં તમે રબર અથવા પ્લાસ્ટિક ની વિવિધ રંગોની રીંગ પણ વાપરી શકો.

રીંગ બનાવવાની રીત:
રીંગ બનાવવાની રીત અગાઉ જણાવેલા બલોગમાં બતાવી છે. અહિં અલગ અલગ સાઇજ ની રીંગ બનાવવા માટે ની વધુ એક રીત અને જિગ વિષે બતાવ્યું છે.

નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ લાકડાનું એક સ્ટેન્ડ તૈયાર કરો. લગભગ ૧૮" લાંબુ અને ૮ ઇંચ ચોડુ અને ૩ ઇંચ ઉંચુ રાખો. ઉભા લાકડામાં લગભગ ૧ ઇંચ નીચે બરોબર સામ સામે આવે તેમ ૧/૨", ૩/૮", ૧૧/૩૨", ૫/૧૬", ૯/૩૨", ૧/૪", ૭/૩૨", ૩/૧૬", ૧૧/૬૪", ૫/૩૨", ૯/૬૪", ૧/૮", ૭/૬૪" અને ૩/૩૨" સાઇજ ના સલીયા અસાનીથી ફરી શકે એમ હોલ કરો.

આ ફરમો તમે લોખંડની સીટ માંથી પણ બનાવી શકો. ૨૪" X ૭" ની લોખંડ ની સીટ ૧/૮" જાડી લઇ બન્ને બાજુ ૩" વાલવી. પછી ઉપર લખેલી સાઇજ મુજબ બન્ને બાજુ હોલ કરવા. હોલ બન્ને સાઇડ ઉપર બરોબર સામ સામે આવે એ બહુંજ અગત્યનું છે. નીચેની તસ્વીરમાં લોખંડનો ફરમો બતાવ્યો છે.

હવે અલગ અલગ રીંગ માટે અલગ અલગ મેન્ડ્રીલ ની જરુર પડશે. આ મેન્ડ્રીલ એટલે લોખંડના સલીયાને વાલીને નીચેની તસ્વિરમાં બતાવ્યાં મુજબ હેંન્ડલ જેવો આકાર આપવો. મેન્ડ્રીલ ના એક છેડે એક હોલ કરવાનો રહેશે જેથી વાલવાની શરુઅતમાં તારને અટકાવી શકાય અને તારને ફરતુ અટકાવે. (અગાઉની તસ્વીરમાં બતાવવામાં આવ્યું છે.)

રીંગ લપેતવાં પછી સ્પરિંગ એકશન ના કારણે થોડી ખુલી જાય છે. એટલેકે તમે જો ૧/૮" ના સલિયા પર વાલશો તો અંદરનો વ્યાસ ૧/૮" થી થોડો મોટો થશે.

નાના સલીયા ઉપર રીંગ બનાવવા માટે (નાની રીંગ માટે) પાટલો તાર અને મોટા સલીયા ઉપર રીંગ બનાવવા માટે (મોટી રીંગ માટે) જાડો તાર વાપરવો.

સામાન્ય રીતે નીચે બતાવેલી સાઇજોની રીંગ વધુ વપરાય છે. અને ક્યાં સલીયા ઉપર ક્યો તાર વરાય છે એ વિગતો પણ નીચે આપવામાં આવી છે. (નોધ: ઉપર બતાવેલા જિગમાં તમે ઇચ્છો તો નીચે આપેલી સાઇજો માટેજ હોલ કરી શકોછો અને મેન્ડ્રીલ પણ આ સાઇજોની બનાવી શકોછો. કારણ આજ સાઇજો નો વપરાસ વધું રહેશે.


ગુજરાતી powered by Lipikaar

અંદર નો વ્યાસ

તારની સાઇજ

૧/૮"

.૦૩૫"

૫/૩૨"

.૦૩૫"

૩/૧૬"

૦.૦૪૮

૧/૪"

.૦૪૮"

૧/૪"

.૦૬૩"

૫/૧૬"

.૦૬૩"

૩/૮"

.૦૬૩"

૫/૧૬"

.૦૮"

૩/૮"

.૦૮૦"

નાની ડિઝાઇનોમાં નાની રીંગો અને નેકલેસ વગેરેમાં મોટી રીંગો વપરાય છે.

રીંગો બનાવવાની શરુઆત કરતા પહેલા મેન્ડ્રીલને નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ જિગમાં ગોથવો.


નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ તાર ને હોલમાં ભેરવો.


નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ મેન્ડ્રીલના હેન્ડલને ફેરવવાનું શરુ કરો. તારને એક હાથ થી પકડી રાખી કોઇલના વચમાં જગ્યાં ન પડે તેથી તાર ને દબાવી રાખો સાથે સાથે તાર એક બીજાના ઉપર ન ચડી જાય તેનુ પણ ધ્યાન રાખો.


પુરો વાયર લપેતાય જાય પછી મેન્ડ્રીલને ખેંચી સ્પ્રિંગને બહાર કાધો.

નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ રીંગ કાપિલો.

રીંગ કાપવા માંટે ત્રણ જાતની પધ્ધતિઓ છે.
૧) ફ્લશ કટ:આ કટ મશીનથી થાય છે અને આ કટ કરવાથી ચેઇનમેલની બનાવત બહું સુન્દર લાગે છે પરંતુ આ કટ કરવા માંટે મશીન ની જરુરત પડેછે અને કાપવાની પ્રક્રિયા ધીમી હોવાને કારણે મોંઘુ પડે છે.

૨) સિયર કટ:આ કટ કરવાથી ચેઇનમેલની બનાવત બહું સુન્દર લાગે છે અને કાપવું પણ આસાન છે. એવીએશન સ્નિપ નામના ઓજારથી આ કાપી શકાય છે. નીચેની તસ્વીર માં ઓજાર બતાવ્યું છે અને બજારમાં આસાનીથી મલે છે.

૩) પીન્ચ કટ:
આ જાતનાં કટ પણ ચેઇનમેલની બનાવત સુન્દર બનાવે છે. આ જાતનું કાપવા માટે ૮" લાંબુ મીની બોલ્ટ કટર વપરાય છે અને આસાનીથી બજાર માં મલેછે. નીચેની તસ્વીર માં આ ઓજાર બતાવ્યું છે.
આખરે આમ રીંગ તૈયાર થશે. હવે ડિઝાઇન પ્રમાણે થોડી રીંગ ખુલ્લી અને થોડી બંધ જોઇશે.
રીંગને ખોંલવા અને બંધ કરવાં માટે નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ રીંગની ખુલી બાજુના બન્ને છેડા બે પક્કડથી પકડી એક પક્કડ ઉપર અને બીજુ પક્કડ નીચેની તરફ ફેરવી રીંગ ને ખોલવી. ફરી પાછી બંધ કરવાં માટે ખોલવાની પ્રક્રિયાથી ઉલતુ કરી બંધ કરો. બન્ને છેડાને આમને સામને ખેચીને છેડા ખોલવાં નહિં. આમ કરવાંથી રીંગનો આકાર બડલાઇ જશે.
અહિં આપવામાં આવેલી માહિતિ ઓ આ સાઇટ ઉપરથી લેવામાં આવી છે. http://www.chainmailbasket.com/making_maille.php

વધુ માહિતિ માટે નીચેનો વીડીયો જુંઓ. આ વીડીયો માં રીંગ બનાવવાની પધ્ધતિ દ્રીલ મશીન થી બતાવવામાં આવી છે. રીંગોનું મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો આ પધ્ધતિ ઉપયોગમાં લેવી.


વધુ જાણકારી માટે મેઇલ કરો!

મંગળવાર, 15 ડિસેમ્બર, 2009

દોરાઓ માંથી જવેરાત બનાવો ભાગ ૫

કુમિહિમો

આ એક જાપાન ની ગુંથણ કલા છે. આ કલાથી પેન્ડન્ટ લટકાવા માતે અથવા બ્રેસલેત ના બહુજ સુશોભીટ કોર્ડ ગુંથી શકાય.એકાગ્રતા જાલવી શકનાર વ્યક્તિ આ કલા આસાનીથી અપનાવી શકે.


ગુજરાતી powered by Lipikaar
આ કોર્ડ બનાવવા માટે એક ગોલાકાર કમ્પ્યૂટર સીડી ના સાઇજની ડીસ્ક જોઇશે. આ ડીસ્ક મોટા શહેરોમાં બજારમાં તૈયાર મલેછે. ન મલે તો ઘરમાં પણ બનાવી શકાય છે.આ ડીસ્ક સ્પોંજ જેવું પણ થોડુ કડક પોલિથિલિન ફોમ બજારમાં મલે છે તેમાંથી અથવા પુત્થા માંથી પણ બનાવી શકાય.

કુમિહિમો ડીસ્ક બનાવવા માતેની રીત:
લગભગ ૧/૪" જાડુ પુથુ અથવા ૩/૮" જાડુ પોલિથિલિન ફોમ કમ્પ્યૂટર સીડી ના સાઇજ નું લો. કમ્પ્યૂટર સીડી ઉપર મુકી કમ્પ્યૂટર સીડીના બહાર અને અંદર ના વ્યાસ ઉપર પેન્સિલ થી માર્ક કરો અને પુથા અથવા ફોમને બહારથી ત્થા અંદરના હોલ ને કાપી લો. હવે નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ ૧૦૦ એમ એમ ના વ્યાસનું માર્ક કરો. બતાવ્યાં મુંજબ ૩૨ ભાગ કરી પાટલી બ્લેડથી ખાચા કાપી નાખો. આ ખાચા દોરાને હલ્યા વગર સજ્જડ પકડી રાખશે અને દોરાને વજન ની જરુરત વગર ખેંચી રાખશે.

૩૨ ભાગ પાડવા માંટે તમે એક કાગજને સીડી ના સાઇજનું ગોલ કાપી નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ વાલો. ૫ વખત વાલવાથી ૩૨ સલ પડશે. પછી કાગલને ખોલી પુથા અથવા ફોમની ઉપર ચીટકાવી સલના માર્ક ઉપર કાપવાથી ૩૨ ભાગ સરખા થશે.

કુમિહિમો ગુથવાની રિત:
અહિં બતાવેલી રીત ની જાનકારી સાઇટ http://www.mgmcrafts.co.uk/acatalog/Disk_Instructions_1.html ઉપરથી મેલવવામાં આવી છે.

ગુંથવા માટેના દોરા સાટીનના, ભરતકામ માટેના અથવા કોટનના કોઇ પણ ચાલશે, પરંતુ એ મજબુત અને ખેચાઇ નહિં તેવા હોવા જોઇયે.

૨ રંગના અને ૮ સેરના ટુકા કોર્ડ બનાવવા માટે, ૨ રંગના દરેક દોરાની ૨ સેર ૧ મિટર લંબી કાપો અને દરેક દોરાને મધ્યમાંથી વાલો. આમ ટોટલ ૮ સેર બનશે.આ દોરાઓ માંથી લગભગ ૨૦ સે.મિ. લાંબી સેર બનશે. વધુ લાંબા બનાવવા માટે લાંબા દોરા લેવા અને બધા દોરાને રીલ અથવા પુથા ઉપર વીટાલી રાખી જેમ જેમ કોર્ડ બનતો જાઇ તેમ છોડતા રહેવું. આમ કરવાથી દરેક સેર અલગ અલગ રહેશે અને ગુચ તાલી શકાશે.

ગુંથન ની શરુઆત માટે નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ બધી દોરાની સેર સાથે કરી દોરાની મધ્યમાં બીજા દોરાથી બાંધો.



હવે આબનેલી સેરને કુમિ ડીસ્કમાં નીચેની તસ્વીરમાં બતાવ્યાં મુજબ વચ્ચેના હોલ માંથી ભેરવી અલગ અલગ સેર ને બતાવ્યાં મુજબ ખાચાઓમાં ભેરવો.

હવે નીચેની પહેલી તસ્વીરમાં એરોથી બતાવ્યાં મુજબ દોરાને ફેરવો, પછી બીજી તસ્વીરમાં બતાવ્યાં મુજબ આખી ડીસ્ક ને ફેરવો અને ત્રીજી તસ્વીરમાં બતાવ્યાં મુજબ ફરી પાછા દોરાને એરોથી બતાવ્યાં મુજબ એક ખાચાં માંથી બીજા ખાચાંમાં ફેરવો. આ પ્રક્રિયા દોરા ખતમ થાય ત્યાં સુધી ચાલુ રાખો.


નીચેની તસ્વીરમાં બતાવ્યાં મુજબ આખરી ફિનિશ જરુરત મુજબ આપો. ધાતુનો કપ ક્રિમ્પ કરીને, ગાથ વાલીને અથવા બિડ ભરાવીને છેડા સંપ્રુણ કરી શકાય.


ઉપરની તસ્વીરમાં બતાવ્યા મુજબ લુપ ફિનિશ કરવું હોય તો નીચેની તસ્વીરમાં બતાવ્યાં મુજબ લુપ બનાવી ગાંથ વાલો. આ રીતે વધુ રંગના દોરાઓ લઇ અલગ અલગ રીતે દોરા ઓને અલગ અલગ ખાચા માં ફેરવવાથી ઘણી બધી ડીઝાઇન બનાવી શકાય. ઉપર આપને ૮ સેર માંથી કોર્ડ બનાવ્યોં. એમ ૪,૧૦ અથવા ૧૬ સેર પણ વાપરી શકાય.

આ સાઇટ ઉપર ઘણી બધી ડીઝાઇનો બતાવવામાં આવીછે. સાથે થોડી બનાવવાની રીતો પણ આપવામાં આવી છે. http://www.flickr.com/photos/lady_gepa/


વધુ જાણકારી નીચેના વીડીયોમાં મલશે.




વધુ જાણકારી માટે મેઇલ કરો!









સોમવાર, 14 ડિસેમ્બર, 2009

દોરાઓ માંથી જવેરાત બનાવો ભાગ ૪

આ ઉપરાંત દોરા માંથી તમને ટેટીંગ કરતા આવડતુ હોય તો તમે તેનાથી પણ ઘરેના બનાવી શકો.
આ રીત થોડી અઘડી છે અને આ કલાથી માહિર જ બનાવી શકે.

થોડી આઇડિયા મલે તેથી અહિં નીચે થોડિ તસ્વીરો આપી છે.


વધુ જાણકારી માટે મેઇલ કરો!

દોરાઓ માંથી જવેરાત બનાવો ભાગ ૩

સ્ટાર ગાંથ માંથી એયરરીંગ, બ્રેસલેટ અથવા પેન્ડન્ટ ના મોટિફ બનાવવાનું નીચેના વીડીયોમાં બતાવવામાં આવ્યું છે.

સ્ટાર ગાંથ ભાગ ૧

સ્ટાર ગાંથ ભાગ ૨

સ્ટાર ગાંથ ભાગ 3

સ્ટાર ગાંથ ભાગ ૪

સ્ટાર ગાંથ ભાગ ૫

સ્ટાર ગાંથ ભાગ ૬

સ્ટાર ગાંથ ભાગ ૭

સ્ટાર ગાંથ ભાગ ૮

સ્ટાર ગાંથ ભાગ ૯

સ્ટાર ગાંથ ભાગ ૧૦

સ્ટાર ગાંથ ભાગ ૧૧

સ્ટાર ગાંથ ભાગ ૧૨ (છેલ્લું)