મંગળવાર, 29 ડિસેમ્બર, 2009

રેઝિન માંથી ઘરેણા બનાવો

રેઝિન એટલે ગુંદર જેવો ચીકણો પદાર્થ જે એપોક્ષી તરીકે પણ ઓળખાય છે. આ રેઝિન ઘણા પ્રકારના છે. પરંતુ નીચે જણાવેલા ૩ પ્રકારો નો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે.

૧) એપોક્ષી રેઝિન.
૨) પૉલિએસ્ટર રેઝિન.
૩) યુવી રેઝિન

આ રેઝિન ફાયબર ગલાસ મોલ્ડિંગના સામાન રાખતી દુકાનો માંથી મલી શકે છે.

ઉપર બતાવેલા ૨ રેઝિનો ૨ ભાગમાં આવે છે.
૧) રેઝિન
૨) હાર્ડનર
આ બન્ને ભાગને મિક્ષ કર્યા પછી એને ધાલવામાં આવેછે અને થોડા સમય પછી આ મિશ્રણ સખત થઇ જાય છે. પછી તેને મોલ્ડ માંથી બહાર કાધી દેવામાં આવે છે.

યુવી રેઝિન ફક્ત ૧ ભાગમાં આવેછે અને તે જ્યાં સુધી સુરજ ના કીરણો અથવા યુવી બલ્બની રોશની સામે મુકવામાં ન આવે ત્યાં સુધી પ્રવાહિજ રહે છે.

આ ઉપરાંત બીજી રીતે પણ રેઝિન ઘરેણાં બનાવવાના ઉપયોગમાં લેવાય છે. નીચે તેની વિગતો આપેલી છે.

સોડાની બોટલના ધાકણા માં રેઝિન ના ઘરેણાં બનાવો.

પેન્ડન્ટ, વિટિ વગેરે માંતે બજારમાં ઉપર ફોટામાં બતાવ્યાં મુજબ તૈયાર બ્લેન્કસ મળે જેમાં બીડ, ફોટા વગેરે મુકી રેઝિન ને મોલ્ડ કરી ઘરેના તૈયાર કરવામાં આવે છે. આજ રીતે સોડાના ધાકણાનો ઉપયોગ પણ કરી શકાય.
આ બનાવવા માટેની સામગ્રી નીચે મુજબ જોઇશે.
૧) એપોક્ષી રેઝિન.
૨) ફેકી દેવાય તેવા પ્લાસ્તિકનાં ગલાસ.
૩) સુશોભિત કરવા માટે બિડ, ચમકે તેવા પદાર્થ વગેરે.
૪) ૧૬,૧૮ અથવા ૨૦ ગેજના તાર.

પ્રથમ તમારી જે કામ કરવાની જગ્યાં છે તેને છાપા કે પ્લાસ્તીક થી કવર કરો જેથી તમારુ તેબલ કે જમીન બગડે નહિ.
અગર જો તમે કોઇ ફોટો કે કોઇ ડિઝાઇન આ પ્રોજેક્ટ માં વાપરવા માંગતા હોઇ તો તેને ધાંકણા માં બેસે એ રીતે કાપીલો અને ધાકણાની અંદર ચીટકાવો. બરોબર સુકાઇ ત્યાં સુધી રાહ જુઓ.

ચમકદાર પદાર્થ કે બીડ વગેરે નો ઉપયોગ કરવો હોઇ તો તેને ધાકણામાં બરોબર ગોથવો.

રેઝિન ને બનાવનારની સૂચના મુજબ મીક્ષ કરી લાકડાની કેન્ડી ની સલીથી ફોટો કે બીજી મુકેલી વસ્તુંઓ ધંકાય ત્યાં સુધી રેઝિન થોડુ થોડુ ધાકણાં માં રેડો. બહાર ન ધોલાય તેનુ ધ્યાન રાખવું જરુરી છે.



પછી લગભગ ૭૨ કલાક સુધી ધાકણામાં રેઝિન ને સખત થવા દો.
સખત થયા પછી ધાકણ ના ઉપરના ભાગ માં એક નાનુ કાનુ કરી જમ્પ રીગ ભરાવી પેન્ડન્ટ તરીકે વાપરી શકાય. અથવા પાછલ રિંગ લગાવી અંગુથી તરીકે પણ વાપરી શકાય.

રેઝિન લેમિનેશન કરીને પેન્ડન્ટ બનાવો:

સૌજન્ય:-ઓલ ઓવર આર્ટ


પાટલા પ્લાઇવુડ કે ધાતુની પ્લેટ લઇ તેની ઉપર રેઝિન લગાડી ને પણ પેન્ડન્ટ બનાવી શકાય.


જે સાઇજ નું પેન્ડન્ટ બનાવવું હોઇ એ સાઇજનું પ્લાઇવુડ કે ધાતુની પ્લેટ લઇ તેની ઉપર હાથથી ચીતરો અથવા કોઇ ડીઝાઇન વાલો છાપેલો કાગલ ચીપકાવો.


હવે એક ફેકી દેવાય તેવો પ્લાસ્ટિકનો ગલાસ લઇ તેમાં રેઝિન ના બન્ને ભાગો સરખા ભાગે નાખો.


એક આઇસ્ક્રિમની લાકડાની દાંડિથી બરોબર ભેલવો. લગભગ ૨ મિનિટમાં આ મિશ્રણ ભેલવાઇ જશે. થોડા બબલ દેખાય તો સમજવું કે બરોબર ભેલવાઇ ગયું છે.


હવે આઇસ્ક્રિમની લાકડાની દાંડિથી મિશ્રણને અગાઉ તૈયાર કરેલા પ્લાઇવુડ કે ધાતુની પ્લેટ ઉપર રેડો. થોડા વખતમાં બધી બાજુ ફેલાઇ ને લેવલમાં થઇ જશે.

બધુ ફેલાયા પછી ઉપર ના ફોટોમાં બતાવ્યાં મુજબ થોડા બબલ દેખાશે.


લાકડાની દાંત સલીથી આ બબલોને ફોડી નાખો અને પછી બરોબર અલગ અલગ જગા ઉપર લાઇટ રાખી જોઇ લો કે બબલ કે કોઇ કચરો રહી ન જાય.
હવે ફેકી દેવાય તેવો પ્લાસ્ટિકના ગલાસ થી ધાકી દો અને ૭૨ કલાક સુધી સુકાવો.


સુકાયા પછી પાછલની બાજુમાં એક હુંક ફીટ કરી પેન્ડન્ટ તરીકે ઉપયોગ માં લઇ શકાય.

બીજી રીતો નીચેના વીડીયોમાં બતાવવામાં આવી છે.





વધુ જાણકારી માટે મેઇલ કરો!