લુમ બીડીગ ફેશન જ્વેલરી બનાવવા માટે એક સરસ સાધન છે. ધણા લોકો આને બીડ ચિત્રકલા તરીકે પણ ઓલખેછે. આ કલામાં એકાગ્રતા હોય તો બહુંજ આસાન છે અને બાળકો માટે પણ આ કારીગરી ઉત્તમ અને જોખમ વિનાની છે.
આ કાર્યમાં બન્ને હાથ છુંતા રહેતા હોવાથી બીડ અને સોય નો વપરાસ બહું સરલતાથી થઇ શકે છે. આ ઉપરાંત સમય અનુસાર વચમાં કામ રોકી ફરી પાછો આરંભ કરી શકાય.
બીડ લુમ વાપરવાની રીત:
પ્રથમ બીડ લુમ માં ઉભા દોરા ભેરવો. આ ભેરવવા માટે વચમાં જે એક બોલ્ટ કે રીવેટ છે તેના ઉપર દોરાનો છેડો બાંધી લુમ ના ઉપરના ભાગમાં ખાચા છે તેમાં પ્રથમ ખાચામાં દોરો ભેરવી સામેની બાજુ લઇ જઇ ત્યાં પણ પ્રથમ ખાચામાં ભેરવી નીચે વચલા બોલ્ટ કે રીવેટ માંથી પાસ કરી ઉપરના છેલ્લા ખાચા માં ભેરવી સામેના છેલ્લા ખાચામાં થી પાસ કરી ફરી પાછા નીચે વચલા બોલ્ટ કે રીવેટ માંથી પાસ કરી ઉપર પ્રથમ પાસ કરેલા ખાચાની બાજુના ખાચામાં બેરવી સામેની બાજુ પણ અગાઉ ના ખાચા માથી પાસ કરી ઉપર ખાચામાં ભેરવો. આમ તમારા પ્રોજેક્ટ ની પહોળાઈ પ્રમાણે જોઇતા દોરા ભેરવી ફરી પાછો છેલ્લો છેડો વચલા બોલ્ટ કે રીવેટ ઉપર ગાંથ થી બાંધી દો. દોરાઓ થોડા ખેચાએલા રહે તેની ખાસ કાલજી લેવી.આ રીત નીચેનાં વીડીયો માં બતાવી છે.
બીડીગ કરવાની રીત માટે નીચે નો વીડીયો જુઓ (લુમ ધણા પ્રકારની આવે છે નીચે બતાવેલી લુમ એક અલગ પ્રકારની છે. પરંતુ કામ કરવાની રીત બધા લુમની સરખી છે.):
લુમ જાતે પણ બનાવી શકાય. નીચે લુમ બનાવવાની ૨ પધ્ધતી ઓ બતાવવામાં આવી છે.
આ ઉપરાંત પુત્થાના બોક્ષ માંથી પણ લુમ બનાવી શકાય. નીચે બતાવેલી લુમ પુત્થાના બોક્ષ માંથી બનેલી છે. આ લુમ માં વચ્ચે જે બોલ્ટ કે રીવેટ લાગેછે તે હોતો નથી અને દોરો આખા બોક્ષના ફરતે લપેતાય છે. આવી લુમ માં દોરાનો વપરાસ થોડો વધારે થાય છે.
લુમની ડિઝાઇન એયર રીંગ, નેકલેસ, બ્રેસલેટ વગેરે બનાવવામાં વપરાય છે. આ ડિઝાઈન ની પ્રેરણા અલગ અલગ ડિઝાઇનો જેવીકે કાપડની, ઘરની સજાવતમાં વપરાતી ડિઝાઇનો માંથિ મેલવી શકાય છે. આ ઉપરાંત નેટ ઉપર પણ અનેક ડિઝાઇનો ઉપલબ્ધ છે.
ડિઝાઇન બનાવવા માટે સાડા ગ્રાફ પેપર બજારમાં મલેછે જેમા બાજુ બાજુ માં ઉભી તેમજ આડિ લાઇનો છાપેલી હોઇ છે તે વાપરી શકાય. આ પેપરો નેટ ઉપરથી ડાઉનલોડ કરીને પણ પિ્ન્ટ કરી શકાય છે.
અલગ અલગ ગ્રાફ પેપર અહિં ડાઉનલોડ કરી શકાય છે.
લુમ બીડીગ ની ડિઝાઇન બનાવવા માટે નેટ ઉપર સોફ્ટવેર પણ ઉપલબ્ધ છે. આ સોફ્ટવેરથી એક એક બીડ માઉસ કે કી કીબૉર્ડથી મુકીને વિવિધ રંગમાં ડિઝાઇન બનાવી શકાય છે અને સામાન્ય કમ્પ્યૂટરનું જ્ઞાન ધરાવતા કોઇ પણ વાપરી શકે છે. આ સોફ્ટવેરમાં જો તમારી પાસે કોઇ સારી ડિઝાઇન નો ફોટો હોઇ તો તે વાપરીને પણ લુમ ડિઝાઇન બનાવી શકાય છે.
એક સોફ્ટવેર જે નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. એ અહિં થી મેલવી શકાય છે.
બીજુ એક સોફ્ટવેર છે જે નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. તમે તેમાં ડિઝાઇન બનાવી શકો છો પરંતુ સેવ કે પ્રિન્ટ કરી શકતા નથી આમ કરવું હોઇ તો તમને લગભગ ૭૫૦/- રુપિયા ચૂકવવા પડે. આ સોફ્ટવેર, ઉપર જણાવેલા સોફ્ટવેર કરતા સારુ છે. વધુ ડિઝાઇનો બનાવવી હોઇ તો આ સોફ્ટવેર ખરીદી લેવું સારુ છે. બહુ ઓછી ડિઝાઇનો બનાવવી હોઇ તો આ સોફ્ટવેરમાં ડિઝાઇન બનાવી, ગ્રીનસોટ નામના સોફ્ટવેરથી બનાવેલી ડિઝાઇન નો ફોટો પાડી સેવ કરી શકો છો. આમ કરવાથી ફક્ટ તમે બનાવેલી ડિઝાઇન ના ફોટા સીવાય બીજી સોફ્ટવેરની ફેસિલિટિ વાપરી સકાશે નહિં. આ સોફ્ટવેર અહિં થી મેલવી શકાશે. ગ્રીનસોટ અહિં મેલવો.
ગુજરાતી powered by Lipikaar
વધુ જાણકારી માટે મેઇલ કરો!