ગુરુવાર, 21 જાન્યુઆરી, 2010

સિડ બિડ માંથી બનતા ઘરેણાં


સિડ બિડ એટલે નાના ગોલ મણકા જેની કાના પાસેની બાજુઓ સપાત હોઇ છે. આ મણકાઓ ૧૫/૦ થી ૧/૦ સુધી સાઇઝ માં આવે છે. આ સાઇઝ એટલે આશરે ૧ ઇંચ બેસતા મણકા. ૧૫/૦ એટલે ૧૫ મણકા એક દોરામાં ભેરવવામાં આવે તો આશરે ૧ ઇંચ લાંબા ભેરવાય. એટલેકે જેટલા આંક મોટા એટલા મણકા નાના. સિડ બિડ નો વધારે વપરાસ ૧૧/૦ સાઇઝનો થાય છે. બીજી બધી સાઇઝો ડિઝાઇન ના આધારે વપરાય છે.

સિડ બિડ માંથી નેકલેસ, બ્રેસલેટ, એયર રીંગ વગેરે બનાવી શકાય. સરલ રીત એટલે પાટલા દોરા કે તારમાં સોઇ થી ડિઝાઇન ના રંગ પ્રમાણે સિડ બિડ ભેરવી અને અંતમાં કલાસ્પ અથવા હુંક લગાડિ ઘરેંણા બનાવાય છે.

સિડ બિડ ભુંગલીના આકારમાં પણ આવેછે. નેકલેસ વગેરે બનાવવા માટે ગોલ સિડ બિડ માંથી મોટિફ અને ભુંગલી આકાર ના સિડ બિડ માંથી ચેઇન બનાવવામાં આવે છે.

મોટિફ કે બ્રેસલેટ સ્ટિચ કરીને અથવા લુમ માં ગુથિ ને પણ બનાવિ શકાય છે.

ઇન્ટરનેટ ઉપર બીડથી બનાવાતા ઘરેંણા વિશે ઘણી માહિતિ ઉપલબ્ધ છે.

મફત દાઉનલોડ કરી શકાય એવી ઇ-બુક ના અડ્રેસ નીચે આપવામાં આવ્યાં છે.


ગુજરાતી powered by Lipikaar

ગુજરાતી powered by Lipikaar

http://www.firemountaingems.com/pdf/beadmakershandbook.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/GardenNecklace.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/CrysChain_WEB.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/FlowerEarrings.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/HanaAmi.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/EasyCrystalBracelet.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/HeartPendant.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/Jeweled_Earrings.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/LadderStitch.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/LadderStitch.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/RightAngleWeave.pdf

http://www.aroundthebeadingtable.com/PDFs/TopazBronze.pdf


બીડીન્ગ ઘરેંણા બનાવવા માટે અલગ અલગ સ્ટિચ નો ઉપયોગ કરવામાં આવેછે. વધુ વપરાતા સ્ટિચો સીખવા માટે નીચેના વીડીયો જુઓ.



















નીચે વીડીયો માં ઘરેંણા બનાવવાની રીત બતાવવામાં આવી છે.



વધુ જાણકારી માટે મેઇલ કરો!


મંગળવાર, 19 જાન્યુઆરી, 2010

સ્ટેઇન્ડ ગ્લાસના ઘરેણા


સ્ટેનડ ગ્લાસ બનાવવા માટે કોઇ પણ એક કાગલ ઉપર દોરેલી ડિઝાઈન લો.


ડિઝાઈનને ટુકડાઓમાં કાપી ને એ કાપેલા ટુકડાઓને અલગ અલગ રંગના કાચના ટુકડા ઉપર ચિટકાવી કાચને કાગલના આકારથી કાપો.



પછી કાપેલા કાચના ટુકડા ઉપરથી કાગલને નિકાલી કાચને ગ્રાઇન્ડર પર ઘસીને ધાર નિકાલો.


પછી કાચની બધી બાજુ ઉપર ગુંન્દર લગાડેલી તાંબાની પાટલી પત્તીઓ તૈયાર મલેછે તે ચીટકાવો.

Add Imageહવે બધા ભાગને બાજુમાં બાજુમાં મુકી વીજલી થી ચાલતા સોલ્ડર કરવાના સાધન થી સોલ્ડર કરો અને એયર હુક લગાડિ કાનમાં પહેરો અથવા ચેઇન લગાડિ પેન્ડન્ટ તરીકે વાપરી શકાય.

આપ્રકારના ધરેણા બનાવવા માટે કુશળતાની જરુરત છે. કાચ કાપવાથી લગાવીને તાંબાંની પત્તી ચીટકાવવી અને પછી સોલ્ડર કરવા માટે પ્રાવીણ્ય કેલવવું બહુજ જરુરી છે. થોડી ધગસ અને પ્રયત્નથી સફલતા જરુર મલી શકે.

આજકાલ એક નવી પધ્ધતિથી પણ આ ધરેણા બનાવાય છે. જેમાં કાચને અલગ અલગ ટુકડા કરવાના બદલે ફક્ત બહારની બાજુનો અકાર કાપવામાં આવેછે. દાખલા તરીકે
આ બહારથી પક્ષીનો આકારનો કાચ કાપવામાં આવે છે અને પછી અલગ અલગ કલરની બોરદર ઉપર પાતલી લાઇન માં એમસીલ ચીટકાવવામાં આવે છે. (કાલા રંગમાં દેખાયછે તે). હવે કાચ ઉપર લગાડી શકાય તેવા વિવિધ રંગોથી્ રંગી દેવાય છે. હુક વગેરે પણ સાઇડમાં એમસીલ સાથે ચીટકાવી દેવાય છે. તમે સફાઇથી એમસીલ લગાડી શકો તો આ પ્રકાર થોડો સરલ કહિ શકાય.

આપના દેશમાં આ પ્રકારના ઘરેણા બહું બનતા નથી તેથી જો વ્હેંચવા માટે બનાવવા હોઇ તો સારો અવકાશ છે.

કાચ કાપવા માંટે વિદેશ માં નીચે બતાવ્યાં મુજબ મશીન આવેછે. લગભગ ૧૫ થી ૧૬ હજાર રુપિયા મુળ ભાવ છે. આપના દેશમાં આ બનતુ નથી પરંતુ જો કોઇને બનાવવામાં રસ હોઇ તો આ મશીન નો પણ સારો અવકાશ છે. વધુ માહિતિ માટે મને મેઇલ કરો.




સ્ટેઇન્ડ ગલાસની પેટર્ન કેમ કાપવી એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.



કાચના નાના ટુકડા કેમ કાપવા એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.



તાંબાની પત્તી કેમ ચીટકાવવી એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.



તાંબાની પત્તી કેમ ફિનિશ કરવી એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.



સોલ્ડર કેમ કરવું એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.





વધુ જાણકારી માટે મેઇલ કરો!