મંગળવાર, 19 જાન્યુઆરી, 2010
સ્ટેઇન્ડ ગ્લાસના ઘરેણા
સ્ટેનડ ગ્લાસ બનાવવા માટે કોઇ પણ એક કાગલ ઉપર દોરેલી ડિઝાઈન લો.
ડિઝાઈનને ટુકડાઓમાં કાપી ને એ કાપેલા ટુકડાઓને અલગ અલગ રંગના કાચના ટુકડા ઉપર ચિટકાવી કાચને કાગલના આકારથી કાપો.
પછી કાપેલા કાચના ટુકડા ઉપરથી કાગલને નિકાલી કાચને ગ્રાઇન્ડર પર ઘસીને ધાર નિકાલો.
પછી કાચની બધી બાજુ ઉપર ગુંન્દર લગાડેલી તાંબાની પાટલી પત્તીઓ તૈયાર મલેછે તે ચીટકાવો.
હવે બધા ભાગને બાજુમાં બાજુમાં મુકી વીજલી થી ચાલતા સોલ્ડર કરવાના સાધન થી સોલ્ડર કરો અને એયર હુક લગાડિ કાનમાં પહેરો અથવા ચેઇન લગાડિ પેન્ડન્ટ તરીકે વાપરી શકાય.
આપ્રકારના ધરેણા બનાવવા માટે કુશળતાની જરુરત છે. કાચ કાપવાથી લગાવીને તાંબાંની પત્તી ચીટકાવવી અને પછી સોલ્ડર કરવા માટે પ્રાવીણ્ય કેલવવું બહુજ જરુરી છે. થોડી ધગસ અને પ્રયત્નથી સફલતા જરુર મલી શકે.
આજકાલ એક નવી પધ્ધતિથી પણ આ ધરેણા બનાવાય છે. જેમાં કાચને અલગ અલગ ટુકડા કરવાના બદલે ફક્ત બહારની બાજુનો અકાર કાપવામાં આવેછે. દાખલા તરીકે
આ બહારથી પક્ષીનો આકારનો કાચ કાપવામાં આવે છે અને પછી અલગ અલગ કલરની બોરદર ઉપર પાતલી લાઇન માં એમસીલ ચીટકાવવામાં આવે છે. (કાલા રંગમાં દેખાયછે તે). હવે કાચ ઉપર લગાડી શકાય તેવા વિવિધ રંગોથી્ રંગી દેવાય છે. હુક વગેરે પણ સાઇડમાં એમસીલ સાથે ચીટકાવી દેવાય છે. તમે સફાઇથી એમસીલ લગાડી શકો તો આ પ્રકાર થોડો સરલ કહિ શકાય.
આપના દેશમાં આ પ્રકારના ઘરેણા બહું બનતા નથી તેથી જો વ્હેંચવા માટે બનાવવા હોઇ તો સારો અવકાશ છે.
કાચ કાપવા માંટે વિદેશ માં નીચે બતાવ્યાં મુજબ મશીન આવેછે. લગભગ ૧૫ થી ૧૬ હજાર રુપિયા મુળ ભાવ છે. આપના દેશમાં આ બનતુ નથી પરંતુ જો કોઇને બનાવવામાં રસ હોઇ તો આ મશીન નો પણ સારો અવકાશ છે. વધુ માહિતિ માટે મને મેઇલ કરો.
સ્ટેઇન્ડ ગલાસની પેટર્ન કેમ કાપવી એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.
કાચના નાના ટુકડા કેમ કાપવા એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.
તાંબાની પત્તી કેમ ચીટકાવવી એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.
તાંબાની પત્તી કેમ ફિનિશ કરવી એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.
સોલ્ડર કેમ કરવું એ નીચેના વીડીયો માં બતાવ્યુ છે.
વધુ જાણકારી માટે મેઇલ કરો!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો