ચેઇનમેલ બનાવવા માટેની પધ્ધતિ ના થોડા પ્રકારો નીચે જણાંવ્યાં છે. થોડા પ્રકારોની બનાવવાની રીત ખુબજ સરલ છે અને તસ્વીર માં જોઇને રીંગ એક બીજામાં ભેરવવાની રીત આપ મેલે સમજી શકાય છે.
નીચે બતાવેલાં પ્રકારો માંથી બંગડી, ગલાની ચેન, એયર રીંગ વગેરે બનાવી શકાય. રીંગોની સાઇજ અને રંગ ના અલગ અલગ પ્રયોગો થી સુશોભિત ઘરેંણા બનાવી શકાય. વચમાં બીડનો ઉપયોગ પણ કરી શકાય. એયર રીંગ, પેન્ડન્ટ વગેર માંટે નાની સાઇજ નીં રીંગ વધું સુંન્દર લાગશે પરંતુ બધુજ ડિઝાઇન કેવી છે તેના ઉપર આધાર રાખે છે. વિવિધ રંગો માટે એનોડાઇઝ્ડ એલ્યુમિનિયમ ની રીંગ, તાંબા પિત્તલ અથવા રબર કે પ્લાસ્તિક ની રીંગ વાપરી શકાય.
૩ માં ૨ આ પ્રકારમાં ૩ બંધ રીંગ ને ૨ ખુલી રીંગમાં બન્ને બાજુ ભરાવી રીંગ ને બંધ કરવી અને આમ જોઇતી લંબાઇ પ્રમાણે જોડતા રહેવું.
ઇન્વર્ટેડ રાઉન્ડ:આ ડિઝાઇન બનાવવા માટે ની રીત નીચે બતાવી છે.
૪ બંધ રીંગને ૧ ખુલી રીંગ માં ભેરવો અને ઉપર બતાવ્યાં મુંજબ ગોથવો.
બીજી એક ખુલી રીંગ અને ૨ બંધ રીંગ ઉપર બતાવ્યાં મુંજબ ભેરવો.
હવે ઉપર બતાવ્યાં મુંજબ ૩ એકલી રીંગોને ઉભી રાખો અને ૨ વાલી રીંગોને આડી ગોથવો.
આડી ગોથ વેલી રીંગો માંથી ઉપરની રીંગોને ઉભી કરી ઉપર બતાવ્યાં મુંજબ ૩ ખોલેલી રીંગો ભરાવો.
જોઇતી લંબાઇ સુધી આમ વારંવાર કરતા રહો.
કેપ્ટીવ ઇન્વર્ટેડ રાઉન્ડ: આ ડિઝાઇન ઉપર બતાવેલી ડિઝાઇન જેવીજ છે પરંતુ આ ડિઝાઇનમાં દરેક રીંગનાં ખાચા ઓમાં વધારાની ૨ રીંગ છુત્તી મુકવાંમાં આવેછે. આ રીંગો નાખવા ની રીત નીચે બતાવી છે.
ઉપર ની તસ્વીરમાં બતાવ્યાં મુજબ ૩ રીંગોને આડી વાલો.
હવે બતાવ્યાં મુજબ ૨ રીંગ મુકો.
અને પછી આડી વાલેલી રીંગો સીધી કરો.
આમ બધાજ વચમાંના ખાચા ઓ ભરો.
વધુ જાણકારી માટે નીચે વીડીયો જુંઓ. (આ વીડીયોhttp://cgmaille.com/ ના સૌજન્ય થી)
૪ માં ૧ ઉપર:આ બનાવવાની રીત નીચે આપી છે. પીલા કલરની રીંગ નવી શરુઆત દરશાવે છે.
બોક્ષ:
આ ડીઝાઇન બનાવવા માંટે ઉપર બતાવેલી ડીઝાઇન પ્રમાણે ફ્કત ૩ લાઇન પ્રથમ બનાવો.
નીચે વીડીયોમાં બતાવ્યાં મુંજબ બીજી રીંગો ભરાવો.
બટરફ્લાય:
આપ્રકારની ચેઇન બનાવવાં માટે પ્રથમ ૧ ખોલેલી રીંગ માં ૮ રીંગ ભરાવી રીંગ બંધ કરવી. હવે ચાર ચાર રીંગ ને બન્ને બાજુ રાખી બીજી ત્રણ ત્રણ રીંગો બન્ને બાજુ પર ભેરવો. આ ત્રણ ત્રણ રીંગ એક બાજુની ચાર રીંગની દરેક બાજુ બાજુ ની ૨ રીંગો માંથી પસાર કરો. વચલી રીંગ તસ્વીર માં બતાવ્યાં મુંજબ ઉપર રાખો.
આમ જરુરીયાત મુજબ જોડીઓ બનાવો. દરેક જોડીને બીજી ૨ ખુલ્લી રીંગ થી જોડો.
બાઇઝેન્ટાઇન આ ડિઝાઇન બનાવવા માટે ની રીત નીચે બતાવી છે.
૪ બંધ રીંગને ૨ ખુલી રીંગ માં ભેરવો અને ઉપર બતાવ્યાં મુંજબ ગોથવો.
હવે પાછલની ૨ રીંગોને ઉપર બતાવ્યાં મુંજબ આગલ ની ૨ રીંગો તરફ વાલો અને વચમાંની બન્ને રીંગોને પોલી કરી બીજી ૨ ખુલી રીંગો (તાંબા ના રંગની) ઉપર બતાવ્યાં મુંજબ ભેરવો બરોબર સમજવાં માટે નીચે આપેલો વીડીયો જુઓ.
૨ ખુલી રીંગ બીજી ૨ બંધ રીંગમાં ભેરવી અગાઉ બનાવેલા ભાગ માં ભેરવો.
બીજી ૨ બંધ રીંગ ઉપર બતાવ્યાં મુંજબ ભેરવો.
ફરી પાછુ તસ્વીર ૨ માં બતાવ્યાં મુંજબ બીજી ૨ ખુલી રીંગ ભેરવો.
નીચે આપેલો વીડીયોમાં બરોબર સમજાવામાં આવ્યું છે.
સ્પાયરલ આ બનાવવાની રીત નીચેના વિડીયોમાં બતાવવાંમાં આવી છે.
આપ લોકોના સલાહ, સુચનો, અને સહકાર આ બ્લોગ ને વધુ ઉપયોગી બનાવવા માટે બહુંજ આવશ્યક છે અને આ ઉપરાંત તમારી પાસે ઝવેરાત બનાવવા માટેની કોઇ વધારે માહિતિ હોઇ અને તમારા નામ સાથે અહિં લોકો ને જણાવવા માંગતા હોઇ તો