આ એક જાપાન ની ગુંથણ કલા છે. આ કલાથી પેન્ડન્ટ લટકાવા માતે અથવા બ્રેસલેત ના બહુજ સુશોભીટ કોર્ડ ગુંથી શકાય.એકાગ્રતા જાલવી શકનાર વ્યક્તિ આ કલા આસાનીથી અપનાવી શકે.
ગુજરાતી powered by Lipikaar

કુમિહિમો ડીસ્ક બનાવવા માતેની રીત:
લગભગ ૧/૪" જાડુ પુથુ અથવા ૩/૮" જાડુ પોલિથિલિન ફોમ કમ્પ્યૂટર સીડી ના સાઇજ નું લો. કમ્પ્યૂટર સીડી ઉપર મુકી કમ્પ્યૂટર સીડીના બહાર અને અંદર ના વ્યાસ ઉપર પેન્સિલ થી માર્ક કરો અને પુથા અથવા ફોમને બહારથી ત્થા અંદરના હોલ ને કાપી લો. હવે નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ ૧૦૦ એમ એમ ના વ્યાસનું માર્ક કરો. બતાવ્યાં મુંજબ ૩૨ ભાગ કરી પાટલી બ્લેડથી ખાચા કાપી નાખો. આ ખાચા દોરાને હલ્યા વગર સજ્જડ પકડી રાખશે અને દોરાને વજન ની જરુરત વગર ખેંચી રાખશે.

૩૨ ભાગ પાડવા માંટે તમે એક કાગજને સીડી ના સાઇજનું ગોલ કાપી નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ વાલો. ૫ વખત વાલવાથી ૩૨ સલ પડશે. પછી કાગલને ખોલી પુથા અથવા ફોમની ઉપર ચીટકાવી સલના માર્ક ઉપર કાપવાથી ૩૨ ભાગ સરખા થશે.

કુમિહિમો ગુથવાની રિત:
અહિં બતાવેલી રીત ની જાનકારી સાઇટ http://www.mgmcrafts.co.uk/acatalog/Disk_Instructions_1.html ઉપરથી મેલવવામાં આવી છે.
ગુંથવા માટેના દોરા સાટીનના, ભરતકામ માટેના અથવા કોટનના કોઇ પણ ચાલશે, પરંતુ એ મજબુત અને ખેચાઇ નહિં તેવા હોવા જોઇયે.
૨ રંગના અને ૮ સેરના ટુકા કોર્ડ બનાવવા માટે, ૨ રંગના દરેક દોરાની ૨ સેર ૧ મિટર લંબી કાપો અને દરેક દોરાને મધ્યમાંથી વાલો. આમ ટોટલ ૮ સેર બનશે.આ દોરાઓ માંથી લગભગ ૨૦ સે.મિ. લાંબી સેર બનશે. વધુ લાંબા બનાવવા માટે લાંબા દોરા લેવા અને બધા દોરાને રીલ અથવા પુથા ઉપર વીટાલી રાખી જેમ જેમ કોર્ડ બનતો જાઇ તેમ છોડતા રહેવું. આમ કરવાથી દરેક સેર અલગ અલગ રહેશે અને ગુચ તાલી શકાશે.
ગુંથન ની શરુઆત માટે નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ બધી દોરાની સેર સાથે કરી દોરાની મધ્યમાં બીજા દોરાથી બાંધો.
હવે આબનેલી સેરને કુમિ ડીસ્કમાં નીચેની તસ્વીરમાં બતાવ્યાં મુજબ વચ્ચેના હોલ માંથી ભેરવી અલગ અલગ સેર ને બતાવ્યાં મુજબ ખાચાઓમાં ભેરવો.


નીચેની તસ્વીરમાં બતાવ્યાં મુજબ આખરી ફિનિશ જરુરત મુજબ આપો. ધાતુનો કપ ક્રિમ્પ કરીને, ગાથ વાલીને અથવા બિડ ભરાવીને છેડા સંપ્રુણ કરી શકાય.

ઉપરની તસ્વીરમાં બતાવ્યા મુજબ લુપ ફિનિશ કરવું હોય તો નીચેની તસ્વીરમાં બતાવ્યાં મુજબ લુપ બનાવી ગાંથ વાલો.
આ સાઇટ ઉપર ઘણી બધી ડીઝાઇનો બતાવવામાં આવીછે. સાથે થોડી બનાવવાની રીતો પણ આપવામાં આવી છે. http://www.flickr.com/photos/lady_gepa/
વધુ જાણકારી નીચેના વીડીયોમાં મલશે.
વધુ જાણકારી માટે મેઇલ કરો!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો