આ રીંગોને એક બીજામાં ભેરવવું એક આસાન કામ છે. આ કાર્ય માંટે સમય વધુ જોઇયે અને એકજ જાતના કામની નકલ કરતા રહેવાનું છે. આ કાર્ય માટે એક રીંગને ખોલી બીજી રીંગ ભરાવી ફરી પાછી રીંગ ને બંધ કરવાની છે. સારી રીતે બંધ કરવું જરુરી છે અને તોજ બનાવત સુંન્દર લાગશે. થોડાજ પ્રયત્ન પછી કોઇ પણ વ્યક્તિ આ ઘરેના બનાવિ શકે.
આ ઘરેના માંટે તાર તમે કોઇ પણ ધાતુના લઇ શકો. લોખંડ કે જંગ લાગતા ધાતુના તાર ન વાપરવા. તાંબુ, પિત્તલ, એલ્યુમિનિયમ, જરમન સિલવર, સ્ટેનલેસ સ્ટિલ, ચાંદી વગેરે ધાતુ વાપરી શકાય. આ ઉંપરાંત જયાં રીંગને ખોલવાની જરુરત ના હોય ત્યાં તમે રબર અથવા પ્લાસ્ટિક ની વિવિધ રંગોની રીંગ પણ વાપરી શકો.
રીંગ બનાવવાની રીત:
રીંગ બનાવવાની રીત અગાઉ જણાવેલા બલોગમાં બતાવી છે. અહિં અલગ અલગ સાઇજ ની રીંગ બનાવવા માટે ની વધુ એક રીત અને જિગ વિષે બતાવ્યું છે.
નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ લાકડાનું એક સ્ટેન્ડ તૈયાર કરો. લગભગ ૧૮" લાંબુ અને ૮ ઇંચ ચોડુ અને ૩ ઇંચ ઉંચુ રાખો. ઉભા લાકડામાં લગભગ ૧ ઇંચ નીચે બરોબર સામ સામે આવે તેમ ૧/૨", ૩/૮", ૧૧/૩૨", ૫/૧૬", ૯/૩૨", ૧/૪", ૭/૩૨", ૩/૧૬", ૧૧/૬૪", ૫/૩૨", ૯/૬૪", ૧/૮", ૭/૬૪" અને ૩/૩૨" સાઇજ ના સલીયા અસાનીથી ફરી શકે એમ હોલ કરો.
આ ફરમો તમે લોખંડની સીટ માંથી પણ બનાવી શકો. ૨૪" X ૭" ની લોખંડ ની સીટ ૧/૮" જાડી લઇ બન્ને બાજુ ૩" વાલવી. પછી ઉપર લખેલી સાઇજ મુજબ બન્ને બાજુ હોલ કરવા. હોલ બન્ને સાઇડ ઉપર બરોબર સામ સામે આવે એ બહુંજ અગત્યનું છે. નીચેની તસ્વીરમાં લોખંડનો ફરમો બતાવ્યો છે.
હવે અલગ અલગ રીંગ માટે અલગ અલગ મેન્ડ્રીલ ની જરુર પડશે. આ મેન્ડ્રીલ એટલે લોખંડના સલીયાને વાલીને નીચેની તસ્વિરમાં બતાવ્યાં મુજબ હેંન્ડલ જેવો આકાર આપવો. મેન્ડ્રીલ ના એક છેડે એક હોલ કરવાનો રહેશે જેથી વાલવાની શરુઅતમાં તારને અટકાવી શકાય અને તારને ફરતુ અટકાવે. (અગાઉની તસ્વીરમાં બતાવવામાં આવ્યું છે.)
રીંગ લપેતવાં પછી સ્પરિંગ એકશન ના કારણે થોડી ખુલી જાય છે. એટલેકે તમે જો ૧/૮" ના સલિયા પર વાલશો તો અંદરનો વ્યાસ ૧/૮" થી થોડો મોટો થશે.
નાના સલીયા ઉપર રીંગ બનાવવા માટે (નાની રીંગ માટે) પાટલો તાર અને મોટા સલીયા ઉપર રીંગ બનાવવા માટે (મોટી રીંગ માટે) જાડો તાર વાપરવો.
સામાન્ય રીતે નીચે બતાવેલી સાઇજોની રીંગ વધુ વપરાય છે. અને ક્યાં સલીયા ઉપર ક્યો તાર વરાય છે એ વિગતો પણ નીચે આપવામાં આવી છે. (નોધ: ઉપર બતાવેલા જિગમાં તમે ઇચ્છો તો નીચે આપેલી સાઇજો માટેજ હોલ કરી શકોછો અને મેન્ડ્રીલ પણ આ સાઇજોની બનાવી શકોછો. કારણ આજ સાઇજો નો વપરાસ વધું રહેશે.
ગુજરાતી powered by Lipikaar
| |
| ૦ |
| ૦.૦૪૮ |
| ૦ |
| ૦ |
| ૦ |
| ૦ |
| ૦ |
| ૦ |
નાની ડિઝાઇનોમાં નાની રીંગો અને નેકલેસ વગેરેમાં મોટી રીંગો વપરાય છે.
રીંગો બનાવવાની શરુઆત કરતા પહેલા મેન્ડ્રીલને નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ જિગમાં ગોથવો.
નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ તાર ને હોલમાં ભેરવો.
નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ મેન્ડ્રીલના હેન્ડલને ફેરવવાનું શરુ કરો. તારને એક હાથ થી પકડી રાખી કોઇલના વચમાં જગ્યાં ન પડે તેથી તાર ને દબાવી રાખો સાથે સાથે તાર એક બીજાના ઉપર ન ચડી જાય તેનુ પણ ધ્યાન રાખો.
પુરો વાયર લપેતાય જાય પછી મેન્ડ્રીલને ખેંચી સ્પ્રિંગને બહાર કાધો.
નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ રીંગ કાપિલો.
રીંગ કાપવા માંટે ત્રણ જાતની પધ્ધતિઓ છે.
૧) ફ્લશ કટ:આ કટ મશીનથી થાય છે અને આ કટ કરવાથી ચેઇનમેલની બનાવત બહું સુન્દર લાગે છે પરંતુ આ કટ કરવા માંટે મશીન ની જરુરત પડેછે અને કાપવાની પ્રક્રિયા ધીમી હોવાને કારણે મોંઘુ પડે છે.
૨) સિયર કટ:આ કટ કરવાથી ચેઇનમેલની બનાવત બહું સુન્દર લાગે છે અને કાપવું પણ આસાન છે. એવીએશન સ્નિપ નામના ઓજારથી આ કાપી શકાય છે. નીચેની તસ્વીર માં ઓજાર બતાવ્યું છે અને બજારમાં આસાનીથી મલે છે.
૩) પીન્ચ કટ:
આ જાતનાં કટ પણ ચેઇનમેલની બનાવત સુન્દર બનાવે છે. આ જાતનું કાપવા માટે ૮" લાંબુ મીની બોલ્ટ કટર વપરાય છે અને આસાનીથી બજાર માં મલેછે. નીચેની તસ્વીર માં આ ઓજાર બતાવ્યું છે.
આખરે આમ રીંગ તૈયાર થશે. હવે ડિઝાઇન પ્રમાણે થોડી રીંગ ખુલ્લી અને થોડી બંધ જોઇશે.
રીંગને ખોંલવા અને બંધ કરવાં માટે નીચે તસ્વીરમાં બતાવ્યાં મુજબ રીંગની ખુલી બાજુના બન્ને છેડા બે પક્કડથી પકડી એક પક્કડ ઉપર અને બીજુ પક્કડ નીચેની તરફ ફેરવી રીંગ ને ખોલવી. ફરી પાછી બંધ કરવાં માટે ખોલવાની પ્રક્રિયાથી ઉલતુ કરી બંધ કરો. બન્ને છેડાને આમને સામને ખેચીને છેડા ખોલવાં નહિં. આમ કરવાંથી રીંગનો આકાર બડલાઇ જશે.
અહિં આપવામાં આવેલી માહિતિ ઓ આ સાઇટ ઉપરથી લેવામાં આવી છે. http://www.chainmailbasket.com/making_maille.php
વધુ માહિતિ માટે નીચેનો વીડીયો જુંઓ. આ વીડીયો માં રીંગ બનાવવાની પધ્ધતિ દ્રીલ મશીન થી બતાવવામાં આવી છે. રીંગોનું મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો આ પધ્ધતિ ઉપયોગમાં લેવી.
વધુ જાણકારી માટે મેઇલ કરો!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો