સોમવાર, 9 નવેમ્બર, 2009

પ્રસ્તાવના

ફેશન જુવેલરી (બનાવતી ઝવેરાત) આજના જમાનામા લોકો ની અગત્ય ની પસંદ બની ગઇ છે. આ ઝવેરાતો ઘણા પ઼કાર નાહોઇ છે અને ઘણી બધી વસ્તુઓ માંથી બનાવી શકાય છે. આ ઘરેણા બનાવવા જેટલા સરલ છે એટલાજ આકરષ્ક પણ હોઇ છે.


આ જાટ ના
ઝવેરાત બનાવવા માટેની માહિતિ ઓ વેબ ઉપર ઘણી બધી છે, પરંતુ લગભગ બધીજ અંગ઼ેજી મા ઉપલબ્ધ છે. આપણા ગુજરાતી ભાઇ બહેનો કે જેઓ ગ્રુહ ઉધ્યોગ તરીકે આ વ્યવસાય ને અપનાવી આગળ આવવા નુ વિચારે છે, તેઓને સહાય રુપ થાય એ હેતુથી આ બલોગ નો આરંભ કરયો છે.


ફેશન જુવેલરી બનાવવાનુ શરુ કરતા પહેલા થોડી જરુરી માહીતી જાણી લેવી જરુરી છે, જેવી કે ,વપરાતી સામગ્રી ઓ, ઓજારો વગેરે વગેરે.


જુવેલરી અનેક પ઼કારની હોય છે અને ઘણી બધી વસ્તુઓ માથી બનાવી શકાય છે. પરંતુ મુખ્ય સામગ઼ીઓ મા મોટી (બીડ), તાર (વાયર), દોરા,
અને બીજા તૈયાર પુરજા (ફાઇન્ડીગસ) આવશ્યક છે.
અ ઉપરાંત થોડા ઓજારો ની પણ જરુરત પડશે. આ બધા વિષે આપણે વીસતાર થી જોઇયે.

મણકો (બીડ):

મણકા પલાસ્ટીક, કાચ, ધાતુ, કાગલ, ફેલ્ટ, કાપડ, લાકડુ ત્થા બીજા વીભીન્ન પ્રકારો મા બજાર મા મલે છે. તમો કેવા ઘરેણા બનાવવા માગો છો એ પ઼્રમાણે ના સાઇઝ તથા આકાર ના બીડ નો ઉપયોગ કરવો. ખાસ કરીને બીડ ખરીદતી વખતે એમા રહેલા કાણા ની બરોબર ચકાસણી કરવી જરુરી છે. કાણા ની સાઇઝ તાર કે દોરા મા આરામથી પૂરોવી શકાય એમ હોવા જરુરી છે. કાગલ, કાપડ, પોલીમર ક્લે તથા બીજા પ્રકાર ની ક્લે માં થી ઘર મા પણ બીડ બનાવી શકાય.

તાર (વાયર):
ઝવેરાત મા વપરાતા તાર ખાસ કરીને તાંબાના હોઇ છે. પરંતુ ચાંદી, સ્ટેનલેસ સ્ટીલ, બરોન્ઝ, પીત્તલ, સોનુ અને સોના ચાંદી ના પ્લેટીંગ કરેલા તાર મા થી પણ ઘરેણા બનાવવામાં આવેછે. સામાન્ય રીતે ૧૬, ૧૮, ૨૦ અને ૨૨ ગેજણા તાર વપરાય છે. ઘણી જગ્યા એ વધુ બારીક ડીઝાઇનો મા ના છુતકે ૨૨ કે ૨૪ ગેજના તાર વાપરવા મા આવેછે.

દોરા:

આ ખાસ કરીને ચાઇનીઝ ગાથ , ટેટીગ, કરોસે, નાની સાઇઝના મણકા વગેરે થી બનાવેલા ઝવેરાત ઓ મા વપરાય છે. આ ઉપરાંત ગલાની માલા, બ્રેસલેટ વગેરે બનાવવા માટે વપરાય છે. દોરાઓ ઘણા પ્રકારના અને સાઇઝ મા મલેછે. મણકા પુરાવી માલા કે બ્રેસલેટ બનાવવા માટે નાયલોન ના દોરા વપરાય છે.

ઝવેરાત બનાવવા માટેના પુરજા (ફાઇન્ડીગ્સ):
ઝવેરાત બનાવવા માટેના ઘણા બધા પુરજાઓ તૈયાર મલે છે. જેવાકે કલાસ્પ (હુક), કાનના હુક (એયર વાયર), જોડાન (લિન્કસ), ક્રીમ્પ કરી શકાય એવા મણકા, મણકા ઉપરની કેપ, પેન્ડનટ,આઇ પીન, હેડ પિન, વગેરે વગેરે.

ઓજારો:

ઓજારોમા ખાસ ઉપયોગ મા આવે એમા ૨-૪ પ્રકારના પક્કડોનો સમાવેસ થાય છે, તે ઉપરાંત ફરમા (જિગ) નો પણ ઉપયોગ થાય છે જે સુથાર કે લુહાર પાસે બનાવી શકાય.

1 ટિપ્પણી: