ગુજરાતી powered by Lipikaar
આ પ્રકાર ની પીન ને ફલેટ હેડ પીન કહેવાય છે અને એયરીંગ બનાવવા માટે વપરાય છે.
આ પ્રકાર ની પીન ને આઇ હેડ પીન કહેવાય છે અને એયરીંગ,નેકલેસ, બેન્ગલસ વગેરે બનાવવા માટે વપરાય છે.
આ બન્ને હેડ પીન ૧૮ થી ૨૪ ગેજ ના વાયર થી બને છે. તમે ઇચ્છો તો જાતે પણ બનાવી શકાય. બજાર મા પણ આ તૈયાર મલેછે.
જો તમે બનાવવા ચાહો તો બનાવવાની રીત આ વીડિયો મા બતાવવામાં આવેલ છે.
જો તમે બનાવવા ચાહો તો બનાવવાની રીત આ વીડિયો મા બતાવવામાં આવેલ છે.
પ્રથમ તાર ના જોઇતી લંબાઇ ના ટુકડા કરો. તાર ના એક છેડા ને સ્ટવ અથવા ગેસ ના ચુલાથી ગરમ કરો. ગરમ થવાથી તાર નો છેડો બીન્દુ ના આકાર નો બની જશે. આ બોલ હેડ પીન તરીકે ઓળખાય છે. જોઇયે તો આ પીન આમજ વાપરી શકાય.
પરંતુ જો ફલેટ હેડ કરવું હોય તો નીજે તસ્વીર માંબતાવ્યા મુજબ એક ૬ મિલિમીટર ની લોખંદનીપ્લેટ લો અને હેડ પીન નો તાર આસાની થી જાય એમ હોલ પાડો. આ પલેટ મા બોલ હેડ પીન નાખી ઉપર થી નાની હથોડી થી થોકી હેડ ફલાટ કરવો.
નોંધ:
- આ જાતની પીનો બજાર માં તૈયાર મલેછે અને જાતે બનાવવા કરતા સસ્તી પણ હોઇ છે. બનાવવાની રીત ફક્ત જાણ ખાતર આપવામાં આવી છે.
- આ જાત ની પીનો જો સ્તરલીન્ગ સીલવર માંથી બનાવવાની હોઇ તો તેમા થોડું તાંમ્બાનુ પ્રમાણ હોઇ કાલુ પડી જવાના સંભાવના વધુ છે. કાલુ ન પડે તે માટે ૧૨૦ ગ્રામ બોરીક એસીડ, ૮૦ ગ્રામ બોરેક્સ, ૮૦ ગ્રામ ટ્રાઇસોડીયમફોસફેટ (ટી.એસ.પી.) લગભગ ચાર કપ ઉકલતા પાણી મા મેલવવું અને થંડુ થતા ઘટ થાય તો વધુ પાણી નાખી પાટલુ કરવું. આ જાતનુ મીષ્રણ પ્રીપ ફલ્કક્ષ તરીકે ઓલખાય છે. તાર ને થોડું ગરમ કરી આ મીષ્રણમાં દુબોવી પછી વધુ ગરમ કરી બોલ બનાવવા થી કાલુ પડશે નહી.
- રસાયણો ઘણી વખત હાની કારક હોઇ છે માટે ખરીદતી વખતે પુરી જાણકારી વેપારી પાસેથી મેલવી લેવી જરુરી છે. ગેસના ચુલા થી કામ કરવાનું હોઇ પુરી સાવધાની રાખવી બહુ જરુરી છે.
આઇ હેડ પીન બનાવવું બહુ સહેલું છે. તાર ના જોઇતી લંબાઇ ના ટુકડા કરી એક છેડા ને રાઉન્ડ નોઝ પ્લાયર માં પકડી કડી બનાવી લો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો