શનિવાર, 28 નવેમ્બર, 2009

કોઇલ્ડ તારના મણકા (બીડ)

તારમાં થી અથવા બીડ માંથી બનાવેલી જેવેલરીને વધુ સુંદર બનાવવા માટે તારને અનેક રીતે વાલીને અલગ અલગ આકાર અપાય છે.

આ પ્રકારોમાં એક છે તાર ને સ્પ્રિંગની માફક ગોળાકારમાં વાલી મણકો બનાવવો.


નીચે આ બીડ બનાવવાની માહિતિ આપી છે જેની તસ્વીરો અહિં થી લેવામાં આવી છે. http://www.ehow.com/how_4620450_wire-bead-use-jewelry-designs.html

તસ્વીરમાં બતાવ્યાં મુજબ લગભગ એક તાર (૩/૧૬" અથવા ૧/૪") લઇ એક ૧/૨" ચોરસ સલીયામાં હોલ કરી ભરાવો અને બાજુમાં એક બીજો હોલ કરો જેમાંથી તાર બહાર નીકાલી શકાય.આ પ્રમાણે જીગ તૈયાર થશે. હવે ઉપર બતાવ્યાં મુંજબ તાર લપેટો.

૧/૨" ના ચોરસ આડા સલીયાને ફેરવી તારને સ્પ્રિંગની માફક લગભગ ૪" સુધી લપેટો.

તાર ને ખોલી કોઇલને બહાર કાધો.

કોઇલને બીજા છેડેથી કાંપ્યા વગર તસ્વીર માં બતાવ્યાં મુજબ ફરી પાછા જીગમાં ભેરવો.

તસ્વીર માં બતાવ્યાં મુજબ સીધો તાર થોડો સ્પ્રિંગની માફક ફેરવો.

હવે ઉપર તસ્વીરમાં બતાવ્યા મુંજબ કોઇલને સલીયાની નજદીક લાવો.

હવે ચોરસ આડા સલીયાને ફેરવી કોઇલને લપેટો.
જ્યારે કોઇલ ખલાસ થાય પછી સીધો તાર અગાઉ લપેતેલી લંબાઇ જેટલો લપેતો.

વધારાના તાર બન્ને બાજુથી કાપી નાખો.

તમારો કોઇલ્ડ તાર નો બીડ તૈયાર છે.
આ પ્રમાણે કોઇલ બનાવવા માટે તમે હાથથી ફેરવી શકાય એવા ડ્રીલ મશીન પણ વાપરી શકો. મશીન ને વાઇસ અથવા ક્લામ્પથી પકડી ચકમાં ૩/૧૬" અથવા ૧/૪" નો તાર પકડી મશીન નું હેન્ડલ ફેરવી બીડનો તાર લપેતી શકાય.
બીજી રીતો માટે નીચેના વીડીયો જુંઓ. આ વીડીયોમાં બતાવેલો જીગ પોતેજ બનાવી શકાય.






વધુ જાણકારી માટે મેઇલ કરો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો