મંગળવાર, 24 નવેમ્બર, 2009

તાર માંથી બનાવાતા ઝવેરાત માટે વપરાતી જીગ (ફરમો)




તાર માંથી બનાવાતા ઝવેરાત તાર ને અલગ અલગ આકારમાં વાળીને બનાવવામાં આવેછે. વાળટી વખતે તાર નો આકાર બરોબર જલવાઇ રહે તે અગત્યનું છે. હાથ અને પક્કડથી વાળેલા તાર નો આકાર દેખાવમાં સુંદર લાગતો નથી. ઘરેણા સુંદર બનાવવા માટે જીગ (ફરમા) નો ઉપયોગ થાયછે.

આ ફરમાઓ પરદેશમાં તૈયાર મલેછે પણ આપણા દેશમાં સરલતાથી મલતા નથી.
વેબ http://www.wigjig.com/wj.htm ઉપર જીગ ની વીગતો આપવામાં આવી છે. સાથે કેમ ઉપયોગમાં લેવું તેના વીડીયો પણ આપવામાં આવેલા છે. આજ વેબ સાઇટ ઉપર ઝવેરાત બનાવવાની રીત માટેની અગત્યની માહિતિઓ પણ આપવામાં આવી છે.

વીગજીગ કંમ્પનીના જીગ ટોતલ ૬ સાઇઝના આવેછે.
૧ ડેલફી.
૨ ઓલ્મપસ લાઇટ.
૩ ઓલ્મપસ.
૪ ઇલેકત્રા.
૫ સાઇક્લોપસ.
૬ સેન્ટોર.

આમા ૧ થી ૩ સુધીના ચોરસ, ૪ અને ૫ ગોલ જીગ છે. છથી જીગ ગોલ અને ચોરસનું મીશ્રણ છે.



ઉપર બતાવેલી તસ્વીરમાં પીલા રંગનો પુરજો ચોરસ ફરમામાં બનાવવામાં આવ્યો છે અને કાલા રંગનો પુરજો ગોલ ફરમામાં બનાવવામાં આવ્યો છે.
મોટી સાઇજ બનાવવા માટે ચોરસ ફરમો વપરાય છે અને નાની ત્થા બારીક પુરજા બનાવવા માટે ગોલ ફરમો વપરાય છે. બન્ને જાત ના પુરજા બનાવવા માટે ૬ નંબરનો સેન્ટોર ફરમો વપરાય છે.

આ દરેક ફરમાંના નમૂના નીચે જનાવેલ વેબ સાઇટ ઉપર ઉપલબ્ધ છે.

http://www.wigjig.com/pages/pdf/olympustemplate.pdf
http://www.wigjig.com/pages/pdf/olympuslitetemplate.pdf
http://www.wigjig.com/jewelry-tools/WJU/encyclopedia/jigs/electratemplate.pdf
http://www.wigjig.com/pages/pdf/delphitemplate.pdf
http://www.wigjig.com/jewelry-tools/WJU/encyclopedia/jigs/cyclopstemplate.pdf
http://www.wigjig.com/pages/pdf/Centaur1.pdf

આ નમુનાની ફાઇલ pdf ફોરમેટ માં છે. જો તમારી પાસે pdf રીડર ના હોઇ તો આ વેબ સાઇટ ઉપર જઇ ડાઉનલોડ કરી શકોછો. http://get.adobe.com/uk/reader/

આ જીગ તમે પોતે પણ બનાવી શકો છો. જોકે એ કંમ્પની ના બરોબરી નુ તો નહીજ હોઇ પણ "ન મામા કરતા કાનો મામો સારો", જેમ કામ લાગશે.

જે નમુનો તમે ડાઉનલોડ કર્યો છે તેને પ્રીન્ટ કરીલો અને નમુનામાં જે જીગની તસ્વીર છે તે કાપીલો.
કાપેલી તસ્વીર ના બરોબર એક લાકડું, એલ્યુમિનિયમ અથવા એક઼ીલીક (પલાસ્ટિક) નો લગભગ ૩/૪" જાડો ટુકડો લઇ કાપેલી તસ્વીર તેના ઉપર ચીટકાવી દો.
હવે જેમ તસ્વીર માં માર્ક છે એમ હોલ કરીલો. કોઇ સુથાર અથવા કારખાના માં પણ આ કામ કરાવી શકાય.

નીચે તસ્વીરમાં પણ આ રીત સમજાવવામાં આવી છે.





નાની સાઇજ ના જીગ માટે ૧.૫ એમ એમ અને મોટી સાઇજ ના જીગ માટે ૨.૫ એમ એમ હોલ કરવા.

આ જીગના ઉપયોગ માટે પીન ની જરુર પડશે. આ માટે ૧.૫ એમ એમ અને ૨.૫ એમ એમ સાઇજ ના ડોવેલ પીન અલગ અલગ લંબાઇ માં બજાર માં તૈયાર મલેછે તે લઇ વાપરવા. ખીલા લઇ માથું કાપી ને પણ વાપરી શકાય.

આ ઉપરાંત મોટા ગોલાકાર બનાવવા માટે નાયલોન ના વિભિન્ન સાઇજ ના ડત્તા જોઇશે. આ ડત્તા નાયલોન ના રોડ બજાર માં તૈયાર મલેછે તેમાંથી લેથ મશીન વાલા કારખાનામાં કોઇ પણ બનાવી આપશે.
જીગ વાપરવા ની રીત નીચે ના વીડીયો માં બતાવેલ છે. આ ઉપરાંત વધુ વીડીયો અહિં જોવા મળશે.





વધુ જાણકારી માટે મેઇલ કરો!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો