બુધવાર, 17 ફેબ્રુઆરી, 2010

ઓરિગામિ ના ઘરેણા.

ઓરિગામિ એક જાપાન ની કલા છે અને કાગજ અથવા કોઇ પણ એવી વસ્તુ થી બનાવી શકાય છે જેને વાલ્યા પછી સલ પડે અને વાળેલો ભાગ એની જગા ઉપર કાયમ રહે. આ કલાની ખુબી એ છે કે આ કલા માં કાગજ ને ચીટકાવવાની જરુરત પડતી નથી.

આ કલાથી બનાવેલા ઘરેણાના થોડા ઉદાહરણો નીચેના ફોટોમાં બતાવ્યાં છે.
આ કલા માટે જાપાન માં એક ખાસ કાગળ વપરાય છે જેને વાસ્હિ ના નામ થી ઓળખાય છે, પરંતુ કોઇ પણ સારો કાગળ વાપરી શકાય. આ કલા કાગળ ને વાલીને બનાવવાની હોઇ કાગળ મજબુત હોવો જરુરી છે અને ઘરેણા બનાવવા માટે નાના કાગળો વપરાતા હોવાથી પાટલા કાગળો હોવા જરુરી છે. પાટલા અને મજબુત કાગળોથી ઘરેણાના આકર્ષક બનશે.

અલગ અલગ આકાર માં વાલવાની પધ્ધતિ નીચે ના ચીત્રો માં બતાવેલી છે.



નોંધ: ઉપર બતાવેલા ફોટાઓ ને કૉમ્પ્યૂટર માં સેવ કરી પિકાસા૩ નામના પ્રોગ્રામ માં (જે વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય છે) જોવાથી બરોબર વાંચી શકાશે.

નીચે વીડીયોમાં ઓરિગામિ એયર રીંગ બનાવવાની રીત બતાવવામાં આવી છે.



નીચે ના ૩ ભાગમાં આપેલા વીડીયોમાં રીબનમાં થી ફલાવર, બોલ ત્થા હાર્ટ બનાવવાની રીત બતાવવામાં આવી છે.







ઘરેણા ઉપરાંત બીજી સુશોભિત વસ્તુઓ પણ આ કલાથી બનાવી શકાય છે. જેની એક ઝલક નીચે ફોટામાં બતાવી છે.
આ પ્રકાર નો સ્વાન બનાવવા માટે એકજ પ્રકારના ટ્રાયેંગલ બનાવી જોડવાના હોય છે. નીચે આપેલા વીડીયોમાં રીત બતાવવામાં આવી છે. આજ ટ્રાયેંગલને બીજી રીતે જોડીને ઘરેણા પણ બનાવી શકાય.



આ વીડીયો ડાઉનલોડ અહિં કરી શકાય છે.

અહિં ભારત માં એક ગ્રૂપ છે જે ઓરિગામિ કલાને પ્રોત્સાહન મલે એ માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ અવાર નવાર આ કલાથી બનાવેલી વસ્તુંઓ નુ પ્રદર્શન ભરે છે જેની એક ઝલક અહિં જોઇ શકોછો. આ ઉપરાંત ગુગલમાં ધુંધવાથી ઘણા ટયૂટૉરિઅલ મલી શકશે. અહિં ઘણા બધા ઓરિગામિ વિષેના વીડીયો જોવા મળશે.



વધુ જાણકારી માટે મેઇલ કરો!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો