શનિવાર, 27 ફેબ્રુઆરી, 2010

તાર માંથી એયરિંગ બનાવો

અહિં તાર માંથી એયરિંગ બનાવવાની રીત બતાવી છે.

સૌજન્ય:વીગજીગ
૧૪" લાંબો ૨૦ ગેજ નો તાર લો.

અગાઉ જીગ બનાવવા વીષે જણાવવા માં આવ્યું છે (અહિં) તેમાંથી ડેલ્ફી જીગની અહિં જરુર પડશે.

નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ૪ હોલમાં પીન ભરાવો.


તાર ના છેડા ને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ગોળ નોઝ પક્કડ થી પકડો.
તાર ના લાંબા ભાગને પકડી થોડો ખેચીને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ નોઝ પક્કડ ના ઉપર વિંટો.


હવે ગોળાકાર ને સરખુ કરો.


ઉપર બનાવેલા હુકને ૧ નંબર ની પીન માં ભેરવો.


હવે ૨ નંબર ની પીન ઉપર તારને વિંટો.


નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ પીન નંબર ૩ ની બહારની બાજુથી તાર વાળો.


હવે ૪ નંબર ની પીન ઉપર તારને વિંટી ૧ નંબર ની પીન ઉપર ફરી પાછુ વિંટો.



હવે તારે જીગ માંથી બહાર કાધો.
છેડાને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ લપેટો.

હવે વધારાનો તાર કાપી નાખો.

અગાઉ અહિં ડેંન્ગલ બનાવવાની રીત બતાવી છે. જે બિડ ત્થા ભુગળી વાપરવી હોઇ તે પ્રમાણે લાંબી ફલાટ હેડ પીન લઇ ૩ ડેન્ગલ બનાવી ઉપર તાર નો જે ધાચો બનાવ્યો છે નીચેના ૨ ગોળાકાર માં ત્થાં વચમાં લટકાવો. બીજી નાની ફલાટ હેડ પીન માંથી એક બીડ ભેરવી એયરીંગના વચમાં લટકાવો. ડેંન્ગલ બનાવ્યાં પછી નીચે બતાવેલા ચિત્ર મુંજબ લાગશે.

(અલગ અલગ આકાર ના એને રંગ ના બીડ લઇ નવી નવી ડિઝાઈનો પણ બનાવી શકાય.)

ઉપરના ગોળાકાર માં અગાઉ અહિં જે એયરવાયર બતાવ્યોં છે તે અથવા સ્ક્રુ ટાઇપ બજારમાં તૈયાર મલેછે તે ભેરવી એયરિંગને ફિનિશ કરો.




વધુ જાણકારી માટે મેઇલ કરો!




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો