બુધવાર, 10 માર્ચ, 2010

સ્પાઇઅરલ નેકલેસ અને એયરરીંગ તારમાંથી બનાવો.

સૌજન્ય:વીગજીગ


નીચે ચિત્ર માં બતાવ્યાં મુંજબ પ્રથમ સ્પાઇઅરલ નો ભાગ બનાવો.

આ ભાગ બનાવવા માંટે અગાઉ અહિં બતાવ્યાં મુંજબ કોઇ પણ જીગ લો. (અહિં સાઇક્લોપસ વાપરવામાં આ વી છે.) અને નીચેના ચિત્ર માં બતાવ્યાં મુંજબ પીન ભેરવો.


૧૮ કે ૨૦ ગેજ નો તાર ૭.૧/૨" (સાડા સાત ઇંચ) લાંબો લઇ સીધો કરો. અને એક છેડા ઉપર અંગ્રેજી P આકાર માં વાલો અને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ જીગ માં ભેરવો. (P આકાર બનાવવાની રીત અહિં બતાવી છે.)

શુરુમાં નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ૩ પીન લગાડો અને P આકાર બનાવેલા તારને ભેરવો.


નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ તાર વાલો.



હવે વાળેલા તાર ને નીકાલી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ સામેની બાજુની પીન માં ભેરવો.


નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ફરી પાછું વાલો.

હવે વાળેલા તાર ને નીકાલી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ સામેની બાજુની પીન માં ઉલટુ કરી ભેરવો.નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ફરી પાછું વાલો.

વાળેલા તાર ને નીકાલી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ સામેની બાજુની પીન માં ઉલટુ કરી ભેરવો. અને આમ બન્ને બાજુ ચાર ચાર લુપ બને ત્યાં સુધી કરતા જાવ.

હવે બાકી બચેલા તાર ને જલેબી માફક નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ગોલાકાર બનાવો. (આમ કરવાની રીત અહિં સ્પાઇઅરલ મેકર વીડીયો માં બતાવી છે.)
આ ભાગ બનાવ્યાં પછી ચેન અને બીડથી શરુઆત માં બતાવેલા ચિત્ર મુંજબ નેકલેસ અથવા એયરરીંગ બનાવો. (એયરરીંગ ના હુંક બનાવવાની રીત અહિં બતાવી છે. અને ડેંગલ બનાવવાની રીત અહિં બતાવી છે)

વધુ જાણકારી માટે મેઇલ કરો!



શનિવાર, 27 ફેબ્રુઆરી, 2010

તાર માંથી એયરિંગ બનાવો

અહિં તાર માંથી એયરિંગ બનાવવાની રીત બતાવી છે.

સૌજન્ય:વીગજીગ
૧૪" લાંબો ૨૦ ગેજ નો તાર લો.

અગાઉ જીગ બનાવવા વીષે જણાવવા માં આવ્યું છે (અહિં) તેમાંથી ડેલ્ફી જીગની અહિં જરુર પડશે.

નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ૪ હોલમાં પીન ભરાવો.


તાર ના છેડા ને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ગોળ નોઝ પક્કડ થી પકડો.
તાર ના લાંબા ભાગને પકડી થોડો ખેચીને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ નોઝ પક્કડ ના ઉપર વિંટો.


હવે ગોળાકાર ને સરખુ કરો.


ઉપર બનાવેલા હુકને ૧ નંબર ની પીન માં ભેરવો.


હવે ૨ નંબર ની પીન ઉપર તારને વિંટો.


નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ પીન નંબર ૩ ની બહારની બાજુથી તાર વાળો.


હવે ૪ નંબર ની પીન ઉપર તારને વિંટી ૧ નંબર ની પીન ઉપર ફરી પાછુ વિંટો.



હવે તારે જીગ માંથી બહાર કાધો.
છેડાને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ લપેટો.

હવે વધારાનો તાર કાપી નાખો.

અગાઉ અહિં ડેંન્ગલ બનાવવાની રીત બતાવી છે. જે બિડ ત્થા ભુગળી વાપરવી હોઇ તે પ્રમાણે લાંબી ફલાટ હેડ પીન લઇ ૩ ડેન્ગલ બનાવી ઉપર તાર નો જે ધાચો બનાવ્યો છે નીચેના ૨ ગોળાકાર માં ત્થાં વચમાં લટકાવો. બીજી નાની ફલાટ હેડ પીન માંથી એક બીડ ભેરવી એયરીંગના વચમાં લટકાવો. ડેંન્ગલ બનાવ્યાં પછી નીચે બતાવેલા ચિત્ર મુંજબ લાગશે.

(અલગ અલગ આકાર ના એને રંગ ના બીડ લઇ નવી નવી ડિઝાઈનો પણ બનાવી શકાય.)

ઉપરના ગોળાકાર માં અગાઉ અહિં જે એયરવાયર બતાવ્યોં છે તે અથવા સ્ક્રુ ટાઇપ બજારમાં તૈયાર મલેછે તે ભેરવી એયરિંગને ફિનિશ કરો.




વધુ જાણકારી માટે મેઇલ કરો!




સોમવાર, 22 ફેબ્રુઆરી, 2010

ઝિપ ફાસટનર માંથી ઘરેણા


ઝિપ ફાસટનર જે પેન્ટ, કુરતી વગેરે માં બટન ની જગ્યાં એ વપરાય છે તેમાંથી પણ ઘરેના બનાવાય છે.

નીચે એક બહુંજ સરલ એયરીંગ બનાવવાની રીત બતાવી છે. સૌજન્ય: silverbugstudio

એક મેટલ ઝિપર અને ૧૮ ગેજ નો તાર લો. (જુની પેન્ટ કે કુરતા માંથી નીકલેલી ચેન પણ લઇ શકાય.) ચીટ કાવવા માટે ગ્લુ ગન અથવા સુપર ગ્લુ જોઇશે.જે સાઇજ ની એયરીંગ બનાવવી હોઇ એટલો તાર લઇ ગોલાકાર માં વાળો. ઝિપ નો એક ભાગ લઇ
તાર ઉપર ચીટકા વો. અને તાર ના બે છેડા બાંધી એયરહુંક લગાડી દો.


આજ પ્રમાણે નીચે બતાવ્યાં મુજબ બીજી રીતે પણ વિવિધ રંગોમાં એયરીંગ બનાવી શકાય.

Add Image
આજ પ્રમાણે બ્રેસલેટ, પેન્ડેન્ટ કે નેકલેસ બનાવી શકાય. ચેન ખોલ બંધ કરવાનુ જે પુલર આવે છે તેનો પણ ઉપયોગ કરી ઘરેણા બનાવી શકાય. થોડા ઉદાહરણો નીચે બતાવ્યાં છે.






નીચેના વીડીયોમાં એયરીંગ બનાવવાની રીત બતાવી છે.



ગુજરાતી powered by Lipikaar

વધુ જાણકારી માટે મેઇલ કરો!


બુધવાર, 17 ફેબ્રુઆરી, 2010

ઓરિગામિ ના ઘરેણા.

ઓરિગામિ એક જાપાન ની કલા છે અને કાગજ અથવા કોઇ પણ એવી વસ્તુ થી બનાવી શકાય છે જેને વાલ્યા પછી સલ પડે અને વાળેલો ભાગ એની જગા ઉપર કાયમ રહે. આ કલાની ખુબી એ છે કે આ કલા માં કાગજ ને ચીટકાવવાની જરુરત પડતી નથી.

આ કલાથી બનાવેલા ઘરેણાના થોડા ઉદાહરણો નીચેના ફોટોમાં બતાવ્યાં છે.
આ કલા માટે જાપાન માં એક ખાસ કાગળ વપરાય છે જેને વાસ્હિ ના નામ થી ઓળખાય છે, પરંતુ કોઇ પણ સારો કાગળ વાપરી શકાય. આ કલા કાગળ ને વાલીને બનાવવાની હોઇ કાગળ મજબુત હોવો જરુરી છે અને ઘરેણા બનાવવા માટે નાના કાગળો વપરાતા હોવાથી પાટલા કાગળો હોવા જરુરી છે. પાટલા અને મજબુત કાગળોથી ઘરેણાના આકર્ષક બનશે.

અલગ અલગ આકાર માં વાલવાની પધ્ધતિ નીચે ના ચીત્રો માં બતાવેલી છે.



નોંધ: ઉપર બતાવેલા ફોટાઓ ને કૉમ્પ્યૂટર માં સેવ કરી પિકાસા૩ નામના પ્રોગ્રામ માં (જે વિના મુલ્યે ડાઉનલોડ કરી શકાય છે) જોવાથી બરોબર વાંચી શકાશે.

નીચે વીડીયોમાં ઓરિગામિ એયર રીંગ બનાવવાની રીત બતાવવામાં આવી છે.



નીચે ના ૩ ભાગમાં આપેલા વીડીયોમાં રીબનમાં થી ફલાવર, બોલ ત્થા હાર્ટ બનાવવાની રીત બતાવવામાં આવી છે.







ઘરેણા ઉપરાંત બીજી સુશોભિત વસ્તુઓ પણ આ કલાથી બનાવી શકાય છે. જેની એક ઝલક નીચે ફોટામાં બતાવી છે.
આ પ્રકાર નો સ્વાન બનાવવા માટે એકજ પ્રકારના ટ્રાયેંગલ બનાવી જોડવાના હોય છે. નીચે આપેલા વીડીયોમાં રીત બતાવવામાં આવી છે. આજ ટ્રાયેંગલને બીજી રીતે જોડીને ઘરેણા પણ બનાવી શકાય.



આ વીડીયો ડાઉનલોડ અહિં કરી શકાય છે.

અહિં ભારત માં એક ગ્રૂપ છે જે ઓરિગામિ કલાને પ્રોત્સાહન મલે એ માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ અવાર નવાર આ કલાથી બનાવેલી વસ્તુંઓ નુ પ્રદર્શન ભરે છે જેની એક ઝલક અહિં જોઇ શકોછો. આ ઉપરાંત ગુગલમાં ધુંધવાથી ઘણા ટયૂટૉરિઅલ મલી શકશે. અહિં ઘણા બધા ઓરિગામિ વિષેના વીડીયો જોવા મળશે.



વધુ જાણકારી માટે મેઇલ કરો!